Homeદેશ વિદેશન્યુઝીલેન્ડ, ભારત વચ્ચેની પ્રથમ T20I મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ

ન્યુઝીલેન્ડ, ભારત વચ્ચેની પ્રથમ T20I મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ

ન્યુઝીલેન્ડમાં વેલિંગ્ટનમાં ભારે વરસાદને કારણે શુક્રવારે સ્કાય સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20I રદ કરવાની ફરજ પડી હતી. જે સમયે ટોસ થવાનો હતો, તે સમયે IST રાત્રે 11:30 વાગ્યે, વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી હતી.
બંને ટીમો તાજેતરમાં સમાપ્ત થયેલા T20 વર્લ્ડ કપ પછી અહીં તેમની પ્રથમ મેચ રમવાના હતા. વર્લ્ડ કપમાં બંને સેમીફાઇનલમાં બહાર થઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે હારી ગયું હતું, જ્યારે ઈંગ્લેન્ડે ભારતને પછાડ્યું હતું.
યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય અનુભવ આપવા માટે ભારતે આ શ્રેણીમાં તેના કેટલાક ફ્રન્ટલાઈન ખેલાડીઓને આરામ આપ્યો છે, જ્યારે ન્યુઝીલેન્ડે તેના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને આરામ આપ્યો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ T20I મેચ રમાવાની છે, જેમાંની પહેલી મેચ ધોવાઇ ગઇ છે. હવે રવિવારે શ્રેણીની બીજી મેચ રમાશે. જોકે, આ દિવસે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular