માર્કેટ કેપમાં ₹ ૪.૬૨ લાખ કરોડનો વધારો

વેપાર વાણિજ્ય

મુંબઈ: સમીક્ષા હેઠળના ૫ાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૨થી નવમી સપ્ટેમ્બર, ૨૦૨૨ સપ્તાહ દરમિયાન શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મલી હતી. જોકે, તમામ સેકટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા અને બીએસઇની માર્કેટ કેપમાં રૂ.૪.૬૨ લાખ કરોડનો વધારો નોંધાયો હતો. સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૫૮,૮૦૩.૩૩ના બંધથી ૯૮૯.૮૧ પોઈન્ટ્સ અથવા તો ૧.૬૮ ટકા વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૫૮,૮૧૪.૦૮ ખૂલી, નવમી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ઊંચામાં ૬૦,૧૧૯.૮૦ અને સાતમી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ નીચામાં ૫૮,૭૨૨.૮૯ સુધી જઈ અંતે ૫૯,૭૯૩.૧૪ના સ્તરે બંધ રહ્યો હતો.
સમીક્ષા હેઠળના આ સપ્તાહના અંતે માર્કેટ કેપ ૨૮૩.૦૩ લાખ કરોડ રહ્યું છે, જે આગલા સપ્તાહના અંતે રૂ. ૨૭૮.૪૧ લાખ કરોડ હતું. આમ કુલ રૂ.૪.૬૨ લાખ કરોડનો વધારો નોંધાયો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં મિડકેપ ઈન્ડેક્સ ૧.૮૬ ટકા, સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨.૫૩ ટકા,બીએસઈ-૧૦૦ ઈન્ડેકસ ૧.૬૦ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૬૭ ટકા, અને બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૧.૭૩ ટકા વધ્યા હતા. બીએસઈ આઈપીઓ ૧.૮૯ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૩૩ ટકા વધ્યા હતા. ગ્રીનેક્સ ૦.૫૧ ટકા અને બીએસઈ કાર્બોનેક્સ ૧.૬૯ ટકા વધ્યા હતા. સેકટરલ ઈન્ડેક્સમાં ઓટો ૦.૦૧ ટકા, બેન્કેક્સ ૨.૪૨ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭૫ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૫૫ ટકા, એફએમસીજી ૦.૭૪ ટકા, હેલ્થકેર ૧.૮૫ ટકા, આઈટી ૩.૪૮ ટકા, મેટલ ૨.૩૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૫૩ ટકા, પાવર ૦.૨૨ ટકા, પીએસયુ ૨.૫૭ ટકા, રિયલ્ટી ૦.૫૪ ટકા અને ટેક ૩.૪૮ ટકા વધ્યા હતા.
સેન્સેક્સના સૌથી વધેલા પાંચ શેરોમાં સમાવિષ્ટ ટેક મહિન્દ્રા ૬.૨૨ ટકા, એક્સિસ બેન્ક ૪.૩૦ ટકા, ભારતી એરટેલ ૪.૦૪ ટકા, ઈન્ફોસિસ ૩.૯૦ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૨૫ ટકા ઊછળ્યો હતો. જ્યારે સૌથી ઘટેલા પાંચ શેરોમાં નેસલે ઈન્ડિયા ૨.૭૬ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૪ ટકા, બજાજ ફિનસર્વ ૦.૭૫ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૬૦ ટકા અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન ૦.૫૮ ટકા ગબડ્યો હતો. એ ગ્રુપની ૭૧૫ કંપનીઓમાં ૫૦૧ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૨૧૦ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને ચાર સ્ક્રિપ્ટના ભાવ સ્થિર રહ્યા હતા.
કોર્પોરેટ હલચલમાં સરકાર વોડાફોન આઇડિયાના શેર રૂ. ૧૦ જેવી સપાટીએ સ્થિર થશે પછી તેમાં હિસ્સો ખરીદશે. સેબીના નિયમનો અનુસાર એક્વિઝિશન સમસૂલ્યે થવું જોઇએ. આ કંપનીએ સરકારને રૂ. ૧૦ની મૂળ કિંમતે ઓફર કર્યા હતા. રિઅલ એસ્ટેટ ડેવલપર્સ લોઢાએ પાલવા નજીક કલ્યાણ શીલ રોડ પર ૫૦૦ બેડની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે જ્યુપીટર હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. લોઢાએ આ વિસ્તારના લોકોને સારી ગુણવત્તાની હેલ્થકેર સેવા મળી રહે એ હેતુંસર આ કરાર કયા૪ છે અને તે ૨૦૨૫ સુધીમાં કાર્યરત થઇ જવાની અપેક્ષા છે.
કમર્શિયલ વાહનો બનાવતી દેશની સૌથી મોટી કંપની ટાટા મોટર્સે દેશનું સૌપ્રથમ સીએનજી ચાલિત મિડિયમ અને હેવી કમર્શિલ વ્હીકલ ટ્રક લોન્ચ કર્યો છે, જે એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ પણ ધરાવે છે. આ ટ્રક કૃષિ. સિમેન્ટ, આયર્ન એન્ડ સ્ટીલ જેવા ક્ષેત્રોમાં ક્ન્ટેનર, વ્હીકલ કેરિઅર, પેટ્રોલિયમ, કેમિકલ, વોટર ટેન્કર, એલપીજી, એફએમસીજી, વ્હ૮ાઇટ ગુડ્સ, પેરિશેબલ, ક્ધસ્ટ્રકશન, માઇનીંગ વગેરેના કામ માટે ઉપયોગમાં લઇ શકાશે. ભારતી એરટેલમાંથી સિંગટેલ ઓન્ટિટીઝે રૂ. ૭,૧૨૮ કરોડમાં પોતાની ૧.૭૬ ટકા હિસ્સેદારી વેચી નાંખી હતી. ભારતી એરટેલના પ્રમોટર ભારતી ટેલિકોમે સિંગટેલ એન્ટિટી પાસ્ટેલ લિમિટેડ પાસેથી રૂ. ૬૬૦૨ કરોડમાં ૧.૬૩ ટકા હિસ્સો મેળવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત, મિશન અર્બન ૨.૦ની કરેલી હાકલને સારો પ્રતસિાદ સાંપડી રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન હરદીપસિંઘ પૂરીએ સ્વચ્છ અમૃત મહોત્સવની સત્તાવાર જાહેરાત કરી છે, જે ૧૭મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન ઉજવાશે. આ મિશનનો હેચું શહેરોને કચરામુક્ત કરવાનો છે, આયોજનમાં મોટેપાયે સહભાગી થનારા રાજ્યોમાં ઓડિશા, આસામ, છતીસગઢ, પંજાબ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશન અને જમ્મુ કાશમીરનો સમાવેશ છે. કોર્પોરેટ સેકટર પણ પોતાની રીતે આ મિશનમાં સહભાગી થઇ રહ્યાં છે. સનટેક ફાઉન્ડેશન દ્વારા પ્લોસ્ટોકોનોમી ફાઉન્ડેશનના સહયોગ સાથે લાઇફ બાય ધી સી નામે ક્લીન બીચીસ મિશન હાથ ધર્યું હતું. સનટેક ફાઉન્ડેશન સંપૂર્ણ સપ્ટેમ્બર મહિના દરમિયાન જુહુ, વર્સોવા, વસઇ સુરુચી બીચ પર આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠાની સાફસફાઇનું મિશન હાથ ધરશે. દરમિયાન કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. ૧,૪૬,૭૮૧.૫૧ કરોડનું કુલ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ.૩૫૮૦૨.૬૦ કરોડનું ટર્નઓવર ૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ થયું હતું.
ટેક મહિન્દ્રા ૩.૨૩ ટકા, એક્સિસ બેન્ક ૩.૨૨ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૫૭ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૪૮ ટકા અને ભારતી એરટેલ ૨.૨૮ ટકા વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૧.૬૩ ટકા, ટાઈટન ૦.૪૪ ટકા, એનટીપીસી ૦.૩૩ ટકા, નેસ્ટલે ઈન્ડિયા ૦.૨૩ ટકા અને પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૦.૦૯ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની એક કંપનીને નીચલી સર્કિટ લાગી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મીડ કેપ ૦.૨૯ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૬૦ ટકા, બીએસઈ- ૫૦૦ ઈન્ડેક્સ ૦.૭૮ ટકા અને ઓલ કેપ ૦.૭૭ ટકા, બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૯૫ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૮૬ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૭૮ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૮૯ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૪૯ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૦૯ ટકા વધ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેન્કેક્સ ૧.૯૪ ટકા, ફાઈનાન્સ ૧.૫૪ ટકા, ટેક ૧.૦૪ ટકા, આઈટી ૧.૦૨ ટકા, ટેલિકોમ ૦.૭૧ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૬૫ ટકા, ઓટો ૦.૬૨ ટકા, બેઝિક મટિરિયલ્સ ૦.૫૩ ટકા, એફએમસીજી ૦.૪૭ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૪૧ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૩૯ ટકા, સીડીજીએસ ૦.૩૭ ટકા, એનર્જી ૦.૨૧ ટકા અને હેલ્થકેર ૦.૧૨ ટકા વધ્યા હતા, જ્યારે પાવર ૦.૧૬ ટકા, યુટિલિટીઝ ૦.૧૮ ટકા, રિયલ્ટી ૦.૩૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૮ ટકા અને મેટલ ૧.૧૮ ટકા ઘટ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.