થાણેમાં કેસના નિકાલનો ગ્રાફ ૨૦૨૧ની સરખામણીમાં ઊંચો રહ્યા
થાણે: થાણે પોલીસ કમિશનરેટનો ગુના શોધવાનો દર ૨૦૨૧માં જે ૬૭ ટકા હતો એ ૨૦૨૨માં વધીને ૭૦ ટકા થયો છે. ૧૧,૯૬૧ કેસમાંથી ૮૩૮૩ કેસ ઉકેલાઈ ગયા છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. જોકે હત્યા, બળાત્કાર, છેડતી, ચેઈન સ્નેચિંગ, ખંડણી તેમ જ નાગરિકોને છેતરવાના કેસમાં વધારો થયો છે, એવું થાણે પોલીસ કમિશનરની ઓફિસમાંથી બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે. ૨૦૨૧માં થાણે પોલીસ ચોપડે નોંધાયેલા ૧૦૮૬૯ કેસમાંથી ૭૨૯૮ ઉકેલ્યા હતા, જ્યારે ૨૦૨૨માં કેસ ઉકેલવાની ટકાવારીમાં વધારો થયો હતો, એવું એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) અશોક મોરાલેએ જણાવ્યું હતું. જોકે આ બધામાં હત્યાના કેસમાં વધારો નોંધાયો છે. ૨૦૨૧માં ૮૯ હત્યાના મામલા નોંધાયા હતા, જ્યારે ૨૦૨૨માં ૯૩ હત્યાના મામલા નોંધાયા હતા. બંને વર્ષોમાં તપાસનો દર ૯૭ ટકા બાકી છે. ૨૦૨૨માં ચેઈનસ્નેચિંગના મામલા ૮૧ જેટલા વધ્યા છે, પણ ૨૦૨૧માં જે ૪૩ ટકા કેસ ઉકેલાયા હતા, તેની સામે ૨૦૨૨માં બાવન ટકા કેસ ઉકેલાયા હતા, એવું મોરાલેએ જણાવ્યું હતું.
૨૦૨૧માં વાહનચોરીના ૧૯૧૭ કેસ નોંધાયા હતા, જેની સરખામણીમાં ૨૦૨૨માં વાહનચોરીના કેસમાં ૬૬નો ઘટાડો નોંધાયો હતો. પોલીસ તપાસમાં પણ પોલીસને અનુક્રમે ૩૫થી વધારીને ૩૭ ટકા કેસ ઉકેલવામાં સફ્ળતા મળી હતી. બળાત્કારના કેસમાં ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૨માં વધારો થયો હતો. (પીટીઆઈ) ઉ