Homeઆપણું ગુજરાતચૂંટણીના માહોલમાં ITની મેગારેડ: સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 થી પણ વધુ સ્થળોએ આવકવેરા ખાતું...

ચૂંટણીના માહોલમાં ITની મેગારેડ: સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 થી પણ વધુ સ્થળોએ આવકવેરા ખાતું ત્રાટક્યું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની વચ્ચે રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે. ત્યારે ઇન્કમટેક્સ વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં 30 થી પણ વધુ સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓ ત્રાટક્યા છે. ફાઇનાન્સ, પ્રોપર્ટી, મીઠાઈ-ફરસાણ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર IT વિભાગે તવાઈ બોલાવી છે, રાજકોટ, ગાંધીધામ, અંજાર અને ભુજમાં કંપનીના ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ ચાલુ છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કુલ 200 જેટલા અધિકારીઓનો કાફલો આ દરોડાની કામગીરીમાં સામેલ છે. તપાસ બાદ મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
નોંધનીય છે કે ચૂંટણી વખતે મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો થતા હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા સંસ્થાઓને નાણાકીય વ્યવહારો અને દારૂની હેરફેર પર કડક વોચ ગોઠવવા આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને આવકવેરા વિભાગ, રાજ્ય પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ, એસીબી, નશાબધી ખાતું સહિત ઘણી એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે.
ચૂંટણી નજીક છે એવા સમયે ITના દરોડા પડતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular