‘વેલકમ-૩’માં અક્ષયકુમાર સાથે મુન્ના અને સર્કિટની જોડી જોવા મળશે?

33

અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ’ને દસ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હવે ‘વેલકમ-૩’ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે તેની કાસ્ટ પણ સામે આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મી સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સંજય દત્ત અને અરશદ વારસી હશે પણ ફિલ્મમાંં હશે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. ડિરેક્ટર હજુ નક્કી નથી.
૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘વેલકમ’માં ખૂબ કોમેડી હતી. આ સમયગાળામાં સૌથી વધુ સફળ ફિલ્મમાંની એક ફિલ્મ ‘વેલક્મ’ હતી. જ્યારે ૨૦૧૫માં વેલકમની સિક્વલ ‘વેલક્મ-૨’ બની હતી, ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમાર, અનિલ કપૂર, નાના પાટેકર, પરેશ રાવલ, મલ્લિકા શેરાવત અને કેટરિના કૈફ હતા. આ સિવાય ફિલ્મમાં શ્રુતિ હસન, જોન અબ્રાહમ, શાઈની આહુજા અને નસીરુદ્ીન શાહ પણ જોવા મળ્યા હતા. ત્યારે હવે નવા અહેવાલો અનુસાર, ‘વેલકમ-૩’ની કાસ્ટ પણ સામે આવી છે અને તે ખૂબ જ આશ્ર્ચર્યજનક છે.
માહિતી અનુસાર ‘વેલકમ‘ના ત્રીજા ભાગનું નામ અત્યાર સુધી ‘વેલકમ ટુ ધ જંગલ’ કહેવામાં આવતું હતું, પરંતુ હવે ફિલ્મનું નામ ‘વેલક્મ-૩’ રાખવામાં આવશે. આ ફિલ્મને ફિરોઝ નડિયાડવાલા પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મના કાસ્ટિંગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, સંજય દત્ત અને અરશદ વારસી લીડ રોલમાં જોવા મળશે.
કહેવામાં આવી રહ્યુ છે કે હેરાફેરીની રિલીઝ બાદ જ ‘વેલક્મ-૩‘ને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ડાયરેક્ટર હજુ નક્કી કરવામાં આવ્યા નથી. અત્યાર સુધી અક્ષયકુમારની ‘હેરાફેરી-૩‘ની ચર્ચાઓ ચાલી રહી હતી કે, અક્ષયકુમાર એ ફિલ્મમાં કામ નહીં કરે, પરંતુ ત્યારબાદ ક્ધફર્મ થયું હતુ કે અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી આ ફિલ્મમાં કામ કરશે. હાલમાં ત્રણેય અભિનેતાનો શૂટિંગ સમયનો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટામાં અક્ષયકુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી એક સાથે જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ સાથે દર્શકોને અનેક અપેક્ષા છે. જે તે સમયે ‘હેરાફેરી’ની કોમેડીએ ધૂમ મચાવી હતી અને હાલ પણ લોકો ‘હેરાફેરી’ના દીવાના છે, ત્યારે આ ફિલ્મ ‘હેરાફેરી’ કરતાં પણ વધુ કોમેડી બને તેવી દર્શકો માગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!