વાહ! મુંબઈગરાને બાપ્પાએ મેગા બ્લોકથી અપાવ્યો છુટકારો, રેલવેએ કરી ઘોષણા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈમાં રવિવારે ફરવા જનારા લોકોને એક મેગાબ્લોકનું ટેન્શન હોય છે, પરંતુ આ અઠવાડિયે મુંબઈગરા માટે રેલવેએ ગૂડ ન્યૂઝ આપી છે. રેલવે પ્રશાસને જણાવ્યું હતું કે, ગણેશોત્સવને કારણે મુંબઈગરાના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ચોથી સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે રવિવારે મુંબઈની કોઈપણ લોકલ લાઈનમાં મેગાબ્લોક રાખવામાં આવ્યો નથી.
મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકો બાપ્પાના દર્શન માટે જાય છે અને તેમને અસુવિધાનો સામનો ન કરવો તે માટે રવિવારે સેન્ટ્રલ, વેસ્ટર્ન કે હાર્બર લાઈનમાં કોઈ બ્લોક રાખવામાં આવ્યો નથી.


લોકલના ત્રણેય રૂટ પર ટ્રેક મેઈન્ટેનન્સ અને બાકી નાના મોટા સિગ્નલિંગના કામ માટે મેગા બ્લોક લેવામાં આવે શે. આ રવિવારે ગણેશોત્સવને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે રેલવેએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.