Homeઆપણું ગુજરાતવાપીમાં યુવકને ફાયર હેરકટિંગ કરાવવું પડ્યું મોંઘુ, વાળમાં આગ લગતા યુવક ગભીર...

વાપીમાં યુવકને ફાયર હેરકટિંગ કરાવવું પડ્યું મોંઘુ, વાળમાં આગ લગતા યુવક ગભીર રીતે દાઝ્યો

ગુજરાતના વાપી શહેરમાં એક યુવકને ફાયર હેર કટિંગ કરાવવું મોંઘુ પડી ગયું હતું. યુવક એક સલૂનમાં વાળ કપાવવા ગયો હતો. જ્યાં કાતરના બદલે જ્વલનશીલ કેમિકલ સળગાવી વાળ કાપવામાં આવે છે. ત્યારે કોઈ કારણોસર અચાનક યુવકના માથાના ભાગમાં આગ લાગી ગઈ હતી, યુવકના વાળ ભડકે બળવા લાગતાં તે ચીસો પાડીને દુકાનની બહાર ભાગવા લાગ્યો હતો. ભારે જહેમત બાદ આગ ઓલવાઈ ત્યાં સુધીમાં યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. બુધવારે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

“>

ગંભીર રીતે દાઝેલા યુવકને પહેલાં પ્રાથમિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. યુવક ગળા અને છાતીના ભાગે દાઝી ગયો છે. જોકે સલૂનમાં વાળ કાપનાર યુવકે વધુ માત્રામાં ફોમ લગાવી દેતાં દુર્ઘટના બની હોવાનું ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ યુવકના વાળમાં કોઈ કેમિકલ નાખવામાં આવ્યું હતું, જેમાં આગ લાગવાને કારણે તેના શરીરનો ઉપરનો ભાગ દાઝી ગયો હતો. તેમણે જણાવ્યું કે આગના વાળ કાપવા માટે કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
ફાયર હેરકટમાં વાળ કાપવા અને સેટ કરવા માટે આગનો ઉપયોગ કરવામાં આવે છે. આ હેરકટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ હેરકટ દેખાવે ગમે તેટલો આકર્ષક લાગે , પરંતુ તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ ઘાતક છે.

RELATED ARTICLES

Most Popular