વડોદરામાં વરસાદના પાણી ભરાતા માનવ રહેણાંકમાં ઘુસ્યા મગર, જુઓ વિડીયો

આપણું ગુજરાત

Vadodara: વડોદરા શહેરના માધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી(Viswamitri) નદીમાં મોટી સંખ્યામાં મગરો(cCrocodile) જોવા મળે છે. ઘણી વાર મગરો માનવ રહેઠાણમાં ઘુસી જવાની ઘટના બનતી હોય છે. હાલ વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામેલો છે. વરસાદના કારણે નદીમાં જળસ્તર વધ્યું છે જેથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ભરાય છે. વધતા જળસ્તર સાથે શહેરના રસ્તાઓ પર મગરોની ઉપસ્થિતિ વધી રહી છે. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી એક સોસાયટીમાં મગર ઘુસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જંગલ ખાતાએ ભારે મહેનતા બાદ મગરને પાંજરે પૂર્યો હતો.
મળતી માહિતી મુજબ ગઈ કાલે વરસતા વરસાદ વચ્ચે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા પૂજા પાર્ક પાસે મગર દેખાતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. લોકોને મગર દેખાતા તુરંત વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમેં તુરંત પહોંચી મગરની શોધખોળ શરુ કરી હતી. વરસાદી પાણીના નિકાલની ગટરમાંથી સાડા ચાર ફૂટ લાંબો મગર મળી આવ્યો હતો. ભારે મહેનત બાદ વન વિભાગના કર્મીઓએ મગરને પકડી પડ્યો હતો. ત્યારબાદ જ સ્થાનિકોને રાહત થઇ હતી. સદભાગ્યે મગરે કોઈને ઈજા પહોંચાડી ન હતી. લોકો પણ મગર નુકશાન કરે એ પહેલા તેને રેસ્ક્યૂ કરાયો હતો.

પાદરાના ઠીકરીયામઠ ગામમાં પણ 11 ફૂટ લાંબો મગર ઘુસી ગયો હતો. પાદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આ વિશાળકાય મગરને રેસક્યુ કરવામાં આવ્યો હતો.
વિશ્વામિત્રી નદીમાં હજારો મગરોનો વાસ હોવા છતાં મગરના માણસ પર હુમલાની ભાગ્યે જ કોઈ ઘટના બનતી હોય છે. વડોદરામાં તંત્ર અને પર્યાવરણ પ્રેમી NGO લોકોમાં મગર વિષે જાણકારી ફેલાવવા કાર્યરત રહે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.