ગુજરતમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઈ છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયો છે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ગઈ કાલે સાંજના સમયે વડોદરા શહેરમાં પણ વરસાદના ઝાપટા પડ્યા હતા. સાથે જોરદાર પવન ફૂંકતા અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા હતા. આ સમયે સ્કુટર લઈને જઈ રહેલા એક પોલીસકર્મી પર ઝાડ પડતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમરસિંહ રાજપૂત પર વૃક્ષ ધરાશાયી થતા મૃત્યુ પામ્યા હતા. સાંજના સમયે કોન્સ્ટેબલ સ્કુટર લઈને રસ્તા પર પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. ત્યારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થઇ તેમના પર પડતા ગંભીર ઈજા પહોંચી હતી જેણે કારણે તેમનું ધટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. સ્થાનિકએ પાલિકા પર નબળી કામગીરીના આક્ષેપ લગાવ્યા છે.
પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રીમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે. શહેર જાહેર રસ્તાઓ પર અનેક જગ્યાઓ ચોમાસામાં ભય જનક બની શકે એવા વૃક્ષ આવેલા છે. જેને ચોમાસા અગાઉ ટ્રીમ કરાતા હોય છે.
