ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે એવામાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જતો હોય એવું લાગે છે. તાજેતરમાં જ સુરતમાં એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. ત્યારે હવે વડોદરામાં રખડતા શ્વાનએ વૃદ્ધા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શ્વાને એકથી વધારે બટકા ભરતા લોહીલુહાણ થઇ ગયેલા વૃદ્ધાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારની અમરપાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોના કહ્યા પ્રમાણે સોસાયટીમાં રખડતા શ્વાનનો ત્રાસ છે. બાળકો અને વૃદ્ધો એકલા ઘર બહાર નીકળતા ડરે છે. સ્થાનિકો આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી તંત્રને કરી રહ્યા છે.
નોંધનીય છે કે, રખડતા ઢોરને કારણે પણ વડોદરામાં નાગરીકોને હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર ઊંઘમાં ગરકાવ હોય એવું લાગી રહ્યું છે. ખસીકરણની વાતો છતાં રખડતા ઢોર અને શ્વાનનો આંતક કેમ વધી રહ્યો છે? એવા અનેક સવાલો ઉભા થાય છે.
વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, વૃદ્ધાને કર્યા લોહીલુહાણ
RELATED ARTICLES