ખાખીની શાન વધારી: વડોદરામાં પોલીસકર્મીએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીને PCR વાનમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડી, ઊંચકીને ઈમરજન્સી વોર્ડ સુધી લઇ ગયા

આપણું ગુજરાત

વડોદરાના પોલીસકર્મીએ ખાખી વર્દીની શાનમાં વધારો થાય એવું કામ કરતા તેમની ચારે તરફથી પ્રસંશા થઇ રહી છે. વડોદરામાં ફરજ પર હાજર પોલીસકર્મીએ રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડી સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગાય હતા ત્યારબાદ સ્ટ્રેચરની રાહ જોયા વગર પોલીસકર્મીએ ઈજાગ્રસ્ત યુવતીને ઉંચકીને ઈમરજન્સી વોર્ડ સુધી પહોંચાડી હતી. આ કાર્યને બિરદાવતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી કહ્યું કે, ‘પોલીસ ફોર્સને સો સલામ પણ ઓછી પડે, જય હિન્દ.’
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજિયા રાવપુરા SHE ટીમની PCRમાં ફરજ બજાવે છે. ગઈ કાલે વરસાદી ઝાપટા બાદ જેલ રોડ લપસણો બનતા અચાનક વાહનો સ્લિપ થવાની ઘટનાની હારમાળા સર્જાઈ હતી. અનેક વાહનચાલકો રસ્તા પર પડી જતાં ઇજા પહોંચી હતી, જેથી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. ત્યારે પેટ્રોલિંગ માટે ઘટના સ્થળેથી પસાર થઇ રહેલા ASI સુરેશભાઈ હિંગલાજિયા એમ્બ્યુલન્સ આવે એ પહેલાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવતીને PCR વાનમાં બેસાડીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

http://

Even 100 salutes are less for the job done by police force.

Jai hind🇮🇳 pic.twitter.com/iH4gmKEUIa
— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2022

યુવતીને હોસ્પિટલ લઇ ગયા બાદ સ્ટ્રેચરની રાહ જોયા વિના જ તેને ઊંચકીને ઇમર્જન્સી વોર્ડ સુધી લઇ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવતીને ત્વરિત સારવાર મળી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી સો-સો સલામ પાઠવીને બિરદાવ્યા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.