ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં બે સગી દલિત બહેનોની લાશ ઝાડ પર લટકતી મળી, 6 આરોપીની ધરપકડ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Uttarpradesh: પૂર્વીય ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં બે સગીર બહેનોની લાશ શેરડીના ખેતરમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. પીડિતાના પરિવારનું કહેવું છે કે પહેલા બંને બહેનોનું અપહરણ કરવામાં આવ્યું અને પછી બળાત્કાર કરીને તેમની હત્યા કરવામાં આવી. પોલીસે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો પરતું છોકરીઓનું અપહરણ અથવા બળજબરીથી લઈ જવાના આરોપો ખોટા ગણાવ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જણાવ્યું કે 6 આરોપીઓની ધપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પહેલા યુવતીઓ સાથે દોસ્તી કરી અને પછી બળાત્કાર બાદ હત્યા કરી. બે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. બંને યુવતીઓની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદ આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય આરોપી છોકરો આ યુવતીઓના ઘર પાસે રહેતો હતો. તમામ આરોપીઓ એકબીજાના મિત્રો છે અને લાલપુરના રહેવાસી છે. આરોપીઓ બંને બહેનોને લલચાવીને ખેતરમાં લઈ ગયા હતો.આરોપીઓની ઓળખ છોટુ, સુહેલ, જુનૈદ, હફીઝુલ્લાહ, કરીમુદ્દીન, આરીફ તરીકે થઈ છે. ઝાંડી ચોકી વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ પોલીસે એક આરોપી જુનૈદની ધરપકડ કરી છે, જુનૈદને પગમાં ગોળી વાગી છે. છોકરીઓનું અપહરણ થયું ન હતું. પરિવારજનોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાશે આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ સંબંધ બનાવ્યા હતા. હાલ કલમ 302, 306 અને પોક્સો હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ ઘટના બાદ પીડિતાના પરિવારજનોએ પોલીસ પર બળજબરીપૂર્વક મૃતદેહનો કબજો લેવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવે જામ કરી દીધો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ રાજકીય પક્ષોએ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને યોગી આદિત્યનાથ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ, માયાવતી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સરકારની નિષ્ફળતા ગણાવી છે.
બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કર્યું કે, ‘લખીમપુર ખેરીમાં માતાની સામે બે દલિત દીકરીઓનું અપહરણ કરી બળાત્કાર અને ત્યારબાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દેવાની હૃદયદ્રાવક ઘટના દરેક જગ્યાએ ચર્ચામાં છે, આવી દુઃખદ અને શરમજનક ઘટનાઓની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. યુપીમાં ગુનેગારો નિર્ભય છે કારણ કે સરકારની પ્રાથમિકતાઓ ખોટી છે.’

“>

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, ‘લખીમપુરમાં બે બહેનોની હત્યાની ઘટના હ્રદયદ્રાવક છે. પરિવારનું કહેવું છે કે આ છોકરીઓનું દિવસના અજવાળામાં અપહરણ કરવામાં આવ્યું હતું. દૈનિક અખબારો અને ટીવીમાં ખોટી જાહેરાતો આપીને કાયદો અને વ્યવસ્થા સારી નથી થતી. આખરે શા માટે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ ઘૃણાસ્પદ ગુનાઓ વધી રહ્યા છે?’

“>

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.