Homeમેટિનીકાર્તિક અલ્લુ અર્જુનના પગલે?

કાર્તિક અલ્લુ અર્જુનના પગલે?

પ્રથમેશ મહેતા

કાર્તિક આર્યને પોતાના ૩૨મા જન્મદિવસ નિમિત્તે ચાહકોને ભેટ આપી છે. તેણે તેની આગામી ફિલ્મ ‘શહજાદા’નું ટીઝર રિલીઝ કર્યું. આ પછી તે ટ્રેન્ડ કરવા લાગ્યું છે અને તેનું ટ્રોલિંગ શરૂ થઈ ગયું. લોકોએ તેનામાં અલ્લુ અર્જુનને જોયો. હવે સવાલ એ છે કે શું કાર્તિકનો ચાર્મ ખતમ થવા જઈ રહ્યો છે?
કાર્તિક આર્યને કરી અલ્લુ અર્જુનની કોપી?
૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં એક ફિલ્મ રિલીઝ થશે, જેનું ટીઝર બાવીસ નવેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું નામ છે – શહજાદા. કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મનો ફર્સ્ટ લુક જોતા જ લોકો સોશિયલ મીડિયા પર ઊમટી પડ્યા હતા અને ફિલ્મનો બહિષ્કાર કરવાની માગ કરવા લાગ્યા હતા. તે એટલા માટે કારણ કે ૫૯ સેક્ધડના ટીઝરમાં એક એવી જગ્યા છે જ્યાં કાર્તિક ગમછા અને સુટ્ટા ની રમત રમી રહ્યો છે અને અલ્લુ અર્જુનની નકલ કરી રહ્યો છે. હવે આ પછી લોકોએ તેનો વારો કાઢવો શરૂ કર્યો. તે કોની પાસેથી કોપી કરી રહ્યો છે તે લુક પણ શેર કર્યો અને મેકર્સની પોલ ખોલી નાખી.
હવે સવાલ એ નથી કે લોકો શું કહે છે. મુદ્દો એ છે કે શું કાર્તિક આર્યન અલ્લુ અર્જુન બનવા માટે પોતાનું હોમવર્ક કરી રહ્યો છે. શું તેનો ચોકલેટ બોય ચાર્મ તેના પોતાના હાથે તેનું ગળું દબાવી રહ્યો છે?
કાર્તિકનો કોપી-પેસ્ટ લુક
જુઓ, એવું નથી કે દર્શકો કંઈ નવું જોવા નથી માગતા. અલબત્ત તમે તેમને બતાવો. પણ એવું તો ન કરો, જેથી કાલે તમારે આંખો ઝુકાવવી પડે. તમે જાહેરમાં શરમજનક સ્થિતિમાં આવી જાઓ. કાર્તિક આર્યન એક મહાન અભિનેતા છે. આમાં કોઈ શંકા નથી. તે કોમિક અને રોમેન્ટિક ફિલ્મો પણ કરે છે, જે બધાને પસંદ પણ આવે છે. આ દિવસોમાં તે ખૂબ જ લોકપ્રિય પણ છે. તેની ગણતરી સુપરસ્ટાર્સમાં થાય છે. તે ઘણી બધી બેક ટુ બેક બ્લોકબસ્ટર ફિલ્મો લઈને આવવાનો છે. પણ એનો અર્થ એ નથી કે તમે કોપી-પેસ્ટ કરીને કંઈ પણ પીરસો? એક કામ કરો, પણ એટલું સારું કરો કે બોલ્યા વગર ધમાલ મચાવી દે. પણ ના, અમે ન સુધરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે!
અલ્લુ અર્જુનની આ ફિલ્મમાંથી કાર્તિકનો લુક થયો કોપી
અલ્લુ અર્જુન સાઉથનો જ નહીં, હવે પાન ઈન્ડિયાનો સુપરસ્ટાર બની ગયો છે. તેણે ‘પુષ્પા’ સાથે જે ધડાકો કર્યો છે તેની સાથે કદાચ કોઈ ટક્કર ન આપી શકે. જોકે એવું નથી કે તેનું પહેલું પ્રદર્શન યોગ્ય નહોતું. ભૂતકાળમાં પણ તેણે ઘણી ધમાકેદાર ફિલ્મો આપી છે. પણ બધા તેને પુષ્પાથી ઓળખતા થયા. ઓળખાણ મળી. હવે કાર્તિક આર્યને તેની ફિલ્મ ’અલા વૈકુંઠપુરમુલુ’ના લુકની નકલ કરી અને તેના કારણે તે ટ્રોલ થઈ ગયો.
કાર્તિક પહેલા આ સેલેબ્સના પણ હાલ થયા હતા.
કાર્તિક આર્યનની ઈમેજ અત્યાર સુધી ચોકલેટ બોય જેવી જ રહી છે. તેની ફીમેલ ફેન ફોલોઈંગ મજબૂત છે. છોકરીઓ તેના સુંદર અને નિર્દોષ દેખાવ પર મરી પડે છે. પરંતુ હવે તે અલ્લુ અર્જુન બનવાના ચક્કરમાં પોતાનું આકર્ષણ ગુમાવી શકે છે. કારણ કે આ પહેલા પણ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેઓ પોતાનો ચોકલેટી ચાર્મ ગુમાવી ચૂક્યા છે. ભલે તે રણબીર કપૂર હોય, શાહિદ કપૂર હોય, વરુણ ધવન હોય, રણવીર સિંહ હોય કે પછી આદિત્ય રોય કપૂર હોય. સિદ્ધાર્થ મલ્હોત્રા કે વિક્કી કૌશલ પણ કેમ ન હોય. હજી પણ લોકો તેમને પસંદ કરે છે, પણ દર્શકોના મનમાં આજે પણ તેમની કોઈ એવી ફિલ્મ હશે જેની સાથે તેમની મનમાં સરખામણી કરતા હોય.
શું લોકો કાર્તિકને આ લુકમાં પસંદ કરશે?
આ બધાએ રોમેન્ટિક જોનરની ફિલ્મો કરીને પોતાની સુંદર અને સરસ ઈમેજ બનાવી હતી, પરંતુ જેમ જેમ તેઓ એક્શન કે રફ-ટફ લુક અપનાવવા ગયા તેમ તેમ તેમનો જાદુ ચાલ્યો નહીં. જો કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ સારી હોય તો તેની અસર દર્શકોને થાય છે, પરંતુ તેને શરૂઆતની ફિલ્મોની જેમ પસંદ કરવામાં આવતી નથી. હવે કાર્તિક આર્યન સાથે પણ આવું જ થઈ શકે છે. હવે આ ફિલ્મ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે, તે આવનારા સમયમાં ખબર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular