જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
ઉત્તરકાશી
અધિક જેઠ સુદ ૨, ગુરુવાર, તા. ૧૭.૦૫.૨૦૧૮
વાહ…. ગંગા પાછી આવી ગઈ. એ જ ઉજ્જવળ ધવલધારાનું વહન કરતી ભાગીરથી ખૂબ સુંદર લાગતી હતી. જેમ જેમ આગળ વધતા જતા હતા, તેમ તેમ દુગ્ધજળ વધુ પારદર્શક અને શુદ્ધ થતું જતું હતું.
વળી પાછી અમારી યાત્રા ગંગાકિનારે પ્રારંભ થઈ. એક તરફ ઊંડી ગંગા અને બીજી તરફ ઊંચા પથ્થરો. ઠેક ઠેકાણે બોર્ડ લગાવેલા છે. ઉપર સે પથ્થર ગિરને કા ભય, દેખ કે ચલો. અને ખરેખર નાના નાના પત્થર તો પડ્યા જ કરતા હતા. અમે તો નદી તરફ ચાલતા હતા. પહાડ તરફ ચાલીએ તો માથા પર પથ્થર લાગે. આજે સાંજે ઉત્તરકાશી પહોંચ્યા છીએ. ૨૩ વર્ષ પૂર્વે પાર્શ્ર્વનાથ પ્રભુની જન્મકલ્યાણભૂમિ કાશી વારાણસીની સ્પર્શના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજે અમે ઉત્તર દિશામાં આવેલા ઉત્તરકાશીમાં છીએ. અહીં પણ કાશી વિશ્ર્વનાથનું મંદિર છે. ઉત્તરકાશી વિશ્ર્વનાથ મંદિરમાં એક અચરજ જોયું. અહીં લગભગ ૧૫ ફૂટ મોટું ભારી ભરખમ ત્રિશૂલ ઊભું છે. તેને ગમે તેટલી શક્તિ લગાવીને હલાવવાનો પ્રયત્ન કરો તો હલે જ નહીં. પણ એક ટચલી આંગળીથી ધક્કો લગાવો તો હાલવા લાગે. આમાં રહસ્ય શું છે. અમે નથી જાણતા પણ અમે અમારી નજરોથી આ આશ્ર્ચર્ય જોયું. આખા ગામમાં હોટલોનો પાર નથી.
એક રાત્રિ રોકાવાનો ભાવ માત્ર ૧૬૦૦ રૂ. આપનાર આપે છે. આખું ઉત્તરકાશી યાત્રિકોથી ઠાંસી ઠાંસીને ભર્યું છે. યમુનોત્રી કે ગંગોત્રી અથવા કેદાર બાજુ જ્યાં જવું હોય તે માટે ઉત્તરકાશી જંકશન છે. યાત્રિકો સૌ રાત્રિ વિશ્રામ અહીં જ કરે. અમે તો આશ્રમ મળે તો ગેસ્ટ હાઉસમાં ન ઊતરીએ. જો કે એવા પ્રસંગો ૨-૩ વાર જ હજુ તો બન્યા છે, નહીં તો મંદિર-આશ્રમ-ધર્મશાળા-સ્કૂલમાં જ ઉતરવાનું થાય. અરે! એવા પ્રસંગો પણ બન્યા છે. કેટલીક વાર બસ સ્ટેશનના પતરાના શેડની નીચે પણ રહ્યા છીએ તો દુકાનની બહાર પતરાના છાપરા નીચે પણ રહ્યા છીએ. વળી એ યાત્રા પણ ભુલાય તેમ નથી ક્યાંક કોઈ પ્યાઉમાં ઊતર્યા છીએ તો વળી પોલીસચોકીમાં પણ અમારો અહોરાત્રિ વિશ્રામ થયો છે. અલગારી સાધુને વળી સ્થાનથી શું ફરક પડે. સંયમને અનુકૂળ સ્થાન મળી જાય પછી શું ચિંતા. અહીં કોઈએ કૈલાસઆશ્રમનું એડ્રેસ આપ્યું. ગંગોત્રી રોડ ઉપર જ આશ્રમ છે. અમે ત્યાં પહોંચ્યા. એક પણ રૂમ ખાલી નથી. બાજુમાં જ ગીતાસ્વામી આશ્રમમાં હૉલની વ્યવસ્થા થઈ ગઈ. અહીં તીર્થસ્થાનોમાં આશ્રમો ખૂબ હોય છે.
કોઈ પણ આનાકાની કર્યા વિના સન્માનથી આપણને રહેવાની વ્યવસ્થા ત્યાંના સાધુઓ કરી આપે. વળી ભોજનની વ્યવસ્થા તો ખરી જ. પણ કંદમૂળના કારણે એમનું ભોજન ટાળીએ. રોટલી માટે પણ લોટનો કાળ વિચારવાનો રહે. કદાચ ક્યાંક ભાત કે ખીચડી બની હોય તે કામ આવે. અમને પણ રાત્રે ભોજનનું આમંત્રણ આવ્યું, પણ અમે સહર્ષ અસ્વીકાર કર્યો. પરમાત્માની આજ્ઞા છે સાધુ રાત્રિભોજન ન કરે. અહીંના વ્યવસ્થાપકે ‘અતિથિ દેવો ભવ’નું કર્તવ્ય કર્યું, અમે પરમાત્માની આજ્ઞા શીરે ચઢાવી. ફાયદો એ થયો કે આવનાર આભો જ બની ગયો. શું રાત્રે પાણી પણ નથી પીતા? અમે કહ્યું. ૨૪ કલાકમાં માત્ર એકવાર જ ભોજન લેવાનું હોય એ સિવાય ચાય, દૂધ, ફળ, ફ્રૂટ કંઈ જ લેવાનું નહીં. એ તો બેસી જ ગયો. નામ એનું ‘ગુરૂચરણદાસ’. અમારી વાત સાંભળીને તેને માનવામાં નતું આવતું કે આ જૈન સાધુ સાચું બોલે છે કે ખોટું. તેણે કહ્યું‘बाबा! आप गुजरात से पैदल आये हो और एक ही बार प्रसाद ग्रहण करते हो, ये तो अच्छी बात है, परंतु रात्रि भोजन नहीं करते और पानी भी नहीं पीना, ये कैसे हो सकता है?’’ અમે કહ્યું, ‘जैन धर्म में भगवान महावीर ने हम सबको यही आज्ञा दी है। मात्र जैन धर्म ही क्यों, हिंदु शास्त्रों में भी रात्रि भोजन का निषेध है। आप तो जानते ही होंगे मार्तन्डेय पुराण में साफ-साफ लिखा है-’
अस्तंगते दिवानाये, आपो सधिरेत्युच्यते
अन्नंमांसासनं मुक्तं मार्तण्डेय महर्षिणा॥
अफ्रु: सूर्यास्त के बाद पानी पीना खून पीने बराबर है और भोजन करना मांस खाने समान है, अतः साधक सनातनी लोग रात्रि भोजन न करें।
हाँ! हाँ! बात तो सही है, हमारे यहाँ यज्ञ याग आदि विशेष अनुष्ठान होता है, तो रात्रि भोजन का त्याग आवश्यक होता है, परंतु हम तो कुछ दिन ही ये नियम रखते है और आप पूरी जीवन।
અમે વાતને વાળતા પૂછ્યું, ‘आप कहाँ से हो? मैं तो यु.पी. का रहनेवाला हूँ,
बाबा ने यहाँ बुला लिया, सेवा करता हूँ।
यहाँ तो कई साधु महात्मा आते होंगे?
हाँ आते हैं, चले जाते हैं… कहाँ से आते हैं, कहाँ चले जाते है, पता नहीं?
हिमालय की वनस्पतियों के प्रभाव की कुछ बात याद आती हो तो बताओ। वैसे.