શૅરબજારમાં બે તરફી મુમેન્ટમાં બજાર નરમ રહે

30

ગ્રહ સંકેત -વિનોદ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગો અને ખગૌલિક સ્થિતિ:- આ સપ્તાહમાં સૂર્ય યુતિ પ્લુટો સાથે કરે છે. સૂર્ય અને બધુનું ક્રાંતિસામ્ય છે. સપ્તાહની શરૂઆતમાં ચદ્ર દક્ષિણ શર થાય છે. આ સપ્તાહમાં બુધ માર્ગી યાથ છે. આ સપ્તાહમાં ગુર અને શનિ સ્વગૂફી છે.
આ ગ્રહયોગો બજારને કઈ દિશા આપશે તે જોઈએ…
શૅરબજાર:- શૅરબજારમાં સપ્તાહની શરૂઆત નરમાઈથી થઈ શકે છે. પણ મજબૂત બજાર દેખાય તો બજારમાં વેચીને વેપાર કરતાં જવો હિતાવહ છે. સપ્તાહની શરૂઆતથી સપ્તાહના મધ્ય સુધી દરેક ભાવે વેચાણ કરી શકાય. સપ્તાહની શરૂઆત અને મધ્યના દિવસોમાં બે તરફી બજાર રહી શકે છે. મધ્યના દિવસોમાં નફારૂપી લેવાલી આવતાં બજારમાં તેજીનો ઉછાળો જોવા મળી શકે છે. પણ ધ્યાન નરમ રાખીને વેચીને વેપાર ગોઠવવો લાભદાયી છે. નફો બુક કરતાં જવો. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ બજારની ચાલ બે તરફી રહે પણ ઊંચા મથાળે વેચીને વેપાર ગોઠવવો લાભદાયી રહે. આ સપ્તાહમાં દરેક ઉછાળે વેચીને વેપાર કરવાથી લાભ મળી શકે છે. સપ્તાહના અંતમાં નિફટી. સનસેક્સમાં નરમાઈ જોવા મળે.
આ સપ્તાહમાં ફાઈનાન્સ, ઓટો, રિલાયન્સ, બેંક, ફાઈનાન્સ. સેક્ટરમાં વધઘટ જોવા મળી શકે.
સોના-ચાંદી:- સોના-ચાંદીમાં નરમાઈ જોવા મળી શકે છે. સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં વેચીને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. ખાસ ચાંદીમાં વેચીને વેપાર કરવો લાભદાયી રહે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં બજારમાં વેચવાલી આવી શકે છે. સપ્તાહની મધ્યમાં નફારૂપી લેવાલી આવતાં ભાવમાં સામાન્ય મજબૂતાઈ જોવા મળે. નફો બુક કરતાં જવો. બજારમાં નરમ ધ્યાન રાખીને વેપાર કરવો. પણ વધઘટ બન્ને સાઈડ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક ઊંચા ભાવે વેચીને વેપાર કરવો લાભદાયી થઈ શકે છે. સપ્તાહનાં અંતિમ દિવસોમાં સોના-ચાંદી બજારમાં નરમ ભાવ જોવા મળે. એક કે બે દિવસ ઝડપી વેચવાલી આવતાં સારા નરમાઈ ભાવ જોવા મળે.
ક્રૂડ ઓઈલ:- ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઓઈલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીની વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆત દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતાં જવો. સપ્તાહની મધ્યના દિવસોમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતાં બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી:- આ સપ્તાહમાં કોમોડિટી બજારમાં મજબૂત ભાવ જોવા મળી શકે છે. સિંગતેલ તેલ, કપાસીયાં તેલ, તેલી બિયા અને દિવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતાં જવો. આ સપ્તાહમાં તેલ તેલબિયા, કપાસીયાં, એરડા, દિવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતાં જવું લાભદાયી રહે. આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઈ અથવા સાંકડી વધઘટ જોવા મળે. પણ મંદીનો વેપાર કરવો નહીં. કપાસીયાં, એરંડા અને દિવેલ, તેલમાં આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઈ જોવા મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!