વર્ષ 2023માં શરુ થવાની સાથે શનિદેવ ગોચર કરશે, ત્યારે શનિદેવ આ રાશિના જાતકોમાં પરિવર્તન લાવશે, પરિણામે અમુક લોકો માટે આગામી વર્ષ શુકનવંતુ સાબિત થઈ શકે છે. વર્ષ 2023માં જાન્યુઆરીના 17મી તારીખે શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને તેની સાથે અનેક રાશિવાળા જાતકોની કિસ્મત બદલાશે. શનિદેવ ગોચર થવાથી અમુક રાશિવાળાની કિસ્મત બદલાવવાનું નક્કી છે. મિથુન રાશિના જાતક માટે ચારેય બાજુથી ધનલાભ થવાનો અવકાશ છે. નોકરી અને બિઝનેસ એમ બંને ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મળશે. ધન-સંપત્તિમાં વધારો થશે. વિદ્યાના ક્ષેત્રમાં પણ શુભ સમાચાર મળી શકે છે, જ્યારે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે અને અચાનક ધન લાભ થઈ શકે છે. સિંહ રાશિના જાતકો પર પણ શનિદેવની કૃપા થશે. શનિદેવની કૃપાને કારણે શત્રુઓ પર વિજય મેળવવામાં લાભ થશે. અભ્યાસમાં પણ સારું પરિણામ મળવાના ઉજળા ચાન્સ છે.
તુલા રાશિમાં ચોથા ભાવના ગોચરમાં રહેશે, તેથી તુલા રાશિના જાતકને અચાનક ધન-સંપત્તિનો લાભ થઈ શકે છે. પિતૃ સંપત્તિ મુદ્દે જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો નિર્ણય પણ તેમના પક્ષમા આવી શકે છે. શનિદેવની કૃપાથી તુલા રાશિવાળાના સમાજમાં માન-મોભામાં વધારો થશે. મકર રાશિના જાતકને અનેક પ્રકારના લાભ મળવાની શક્યતા છે. નોકરીમાં પ્રમોશન મળવાની સાથે સમાજમાં તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આવકમાં વૃદ્ધિના પ્રબળ યોગ છે, જ્યારે આર્થિક સ્થિતિ પણ વધુ મજબૂત થશે.
નવા વર્ષમાં આ પાંચ રાશિના જાતકો પર થશે શનિદેવની કૃપા
RELATED ARTICLES