મહેસાણામાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સમૂહ લગ્ન દરમિયાન કોઈ કારણોસર બે પક્ષો વચ્ચે બોલચાલ થતા ઝપાઝપી થઇ હતી. બંને પક્ષે ખુરશીઓના છુટા ઘા કરાયા હતા. સમૂહ લગ્નમાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે જ અચાનક ઉગ્ર ઝઘડો શરુ થઇ જતા નાસભાગ મચી ગઈ હતી. સમૂહ લગ્ન આયાજકોએ ઝઘડો શાંત કરાવ્યો હતો પરંતુ એ પહેલા 50થી વધુ ખુરશીઓ ભાંગી ગઈ હતી. આ સમગ્ર મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુંજબ મહેસાણાની ઈન્દિરાનગર વસાહત પાસે રોહિત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિમય માહોલમાં લગ્ન વિધિ ચાલી રહી હતી એ દરમિયાન બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરુ થઇ ગઈ હતી. મામલો ઉગ્ર બનતા એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરુ કર્યું હતું. અચાનક જ ખુરશીઓ ઉછળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આયોજકોએ બંને પક્ષ લોકોને શાંત પાડ્યા હતા.
મારામારી દરમિયાન સમૂહ લગ્નમાં આવેલા મહેમાનોની ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા. આ મામલે બંને પક્ષે સામાસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહેસાણા સમૂહ લગ્નમાં બે પક્ષો વચ્ચે મારામારી, સામે સામે ખુરશીઓ ઉછળી
RELATED ARTICLES