હાલમાં દુનિયાના 50 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી અને ચોંકાવનારી બાબત તો એ છે કે આ 50 શહેરોમાંથી 78 ટકા શહેરો ભારતના છે.
ભારતમાં પ્રદૂષણ દિવસેને દિવસે વધતું જ જઈ રહ્યું છે. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાના સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં ભારત આઠમા નંબરે આવે છે. ભારતીય શહેરોમાં સરેરાશ પર્ટિકુલેટ મેટર એટલે કે પીએમ 2.5, 53.3 માઈક્રોગ્રામ નોંધાયું છે, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સુરક્ષિત સીમાથી 10 ગણી વધુ છે. સ્વિટ્ઝરલેન્ડની ફર્મ આઈક્યૂ એર દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટના નામે પોતાનો રિપોર્ટ મંગળવારે જાહેર કરી. દુનિયાના 131 દેશોના ડેટાના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો છે.
વાત કરીએ દુનિયાના સૌથી પ્રદુષિત દેશની વાત કરીએ તો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટના જણાવ્યા અનુસાર દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ ચાડ છે. જ્યાં સરેરાશ વાયુ પ્રદૂષણ પીએમ 2.5 સ્તર પર 89.7 નોંધાયું. બીજો પ્રદૂષિત દેશ ઈરાક છે, જ્યારે ત્રીજા નંબરે પાકિસ્તાન અને ચોથા નંબરે બહરીન છે. આ લિસ્ટમાં ભારતનો આઠમો નંબર છે.
રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વાયુ પ્રદૂષણને કારણે ભારતને 150 બિલિયન ડોલરના નુકસાનનું અનુમાન છે. ભારતમાં વાયુ પ્રદૂષણનું સૌથી મોટું કારણ પરિવહન સેક્ટર છે, જે કુલ પ્રદૂષણના 20-35 ટકા પ્રદૂષણ ફેલાવે છે. પરિવહન ઉપરાંત ઉદ્યોગ, કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ પ્રદૂષણ માટે જવાબદાર છે.
હવે આગળ વધીએ અને વાત કરીએ ભારતના પ્રદુષિત શહેરની. દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી એ ભારત માટે એક આંચકા સમાન છે. સૌથી પ્રદૂષિત ટોપ 100 શહેરોમાં 65 શહેર ભારતના છે અને તો ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં છ શહેર ભારતના જ છે. પાકિસ્તાનનું લાહોર એ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે. લાહોરમાં પીએમ 2.5નું સ્તર 97.4 માપવામાં આવ્યું છે. બીજા નંબરે આવે છે ચીનનું હોતન શહેર, જ્યાં પીએમ 2.5નું સ્તર 94.3 છે. ત્રીજા નંબરે આવે છે ભારતનું ભિવાડી અને રાજધાની દિલ્હી. દિલ્હીમાં પીએમ 2.5ના સ્તરે 92.6 માપવામાં આવ્યું છે. ટોપ 10માં અન્ય ભારતીય શહેરોમાં બિહારના દરભંગા, અસોપુર, પટના, નવી દિલ્હીનો સમાવેશ થાય છે.