જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
(ગતાંકથી ચાલુ)
ચઢતા-ચઢતા શ્ર્વાસ ફૂલી જાય. ઓક્સિજન ખતમ થઈ જાય. આ બધાનું એક જ ભયંકર પરિણામ છે મૃત્યુ.
આજે પણ એક ભાઈએ અહીં અંતિમ શ્ર્વાસ પૂરા કર્યાં. મંદિરની ચારે બાજુ વિવિધ જાતના જટાધારી બાબા જોગી બેઠેલા હોય છે. કોઈના હાથમાં ત્રિશૂળ હોય તો કોઈના હાથમાં ચીપિઓ, કોઈ આખા શરીરે રાખ લગાવેલા તો કોઈ મોઢા પર સફેદ માટી લગાવીને ફરતા. કોઈ નાની જટાવાળા તો કોઈ મોટી જટા વાળા, કોઈ ચલમ પીતા તો કોઈ ગાંજો પીતા હોય. કોઈ ભક્તોને આશીર્વાદ આપતા તો કોઈ ભક્તો પાસેથી દક્ષિણા લેતા, કોઈ લાલ આંખવાળા તો કોઈ પીળી આંખવાળા. કોઈ ડરાવના તો કોઈ ભયંકર. ૫૦-૧૦૦ સાધુઓમાં ઘણી વિવિધતા જોવા મળે.
કેદારનાથમાં આજ સવારથી જ સતત એનાઉંસ થઈ રહ્યું છે, કોઈક બે છોકરીઓ ખોવાઈ ગઈ છે, છેક રાત સુધી મળી નહીં. આખા દિવસમાં યાત્રિકો ખોવાઈ જવાના એલાઉન્સ ચાલતા રહ્યા, એમા’ય વધારે છોકરીઓના નામ હતા. શું થયું હશે ભગવાન જાણે.
બીજા દિવસે અમે સોનપ્રયાગ પહોંચ્યા ત્યાં પણ કેટલાક યાત્રિકોના ખોવાઈ જવાના એનાઉન્સ ચાલતા હતા. પોલીસ ચોકીની બહાર ૨૫-૩૦ ખોવાઈ ગયેલ વ્યક્તિઓનાં ફોટા હતા. એક માટે તો પાંચ લાખ રૂ.નું ઈનામ જાહેર કર્યું હતું. ખાસ કરીને ૧૨ થી ૧૫ વર્ષની છોકરીઓ ઘણી ખોવાઈ જાય છે એનો કંઈ પત્તો લાગતો નથી એવી ફરિયાદ હોય છે.
કેદારનાથમાં છેલ્લા ૩ કિ.મી.માં વનરાજીમાં નાના – નાના ફૂલોનું સામ્રાજય મનનાં આહ્લાદને વધારે છે એમાં’ય આછા ગુલાબી રંગના ‘ઔરિકુલા’, પીળા ‘પ્રિમરોજ’ ગુલાબ – સિરંગા – બીજા પણ નાગની ફણ આકારનાં લાલ મરચા આકારનાં. પુંછડીવાળા એવા ઘણી જાતના ચિત્તાકર્ષક ફૂલોનો ભંડાર છે. ખીણનાં આખા ઢોળાવ ઉપર આવા ફૂલોની બીછાત લાગેલી છે. બ્રાહ્મીનું પ્રમાણ સારું છે. બીજી અસંખ્ય જાતની અજાણી વનસ્પતિઓનો પાર નથી. અહીં એક વિશેષતા જોઈ, યમનોત્રી કે ગંગોત્રી ગૌમુખમાં જે જે વનસ્પતિઓ હતી એથી જુદી જ અહીં વનસ્પતિઓ છે. ઔષધીનાં સંશોધકો માટે કેદાર ઘાટી વરદાન થઈ પડશે.
કેદારથી ગૌરીકુંડ પાછા ૪ કલાકમાં પહોંચી ગયા. વાતાવરણ ચોખ્ખું હતું. સોનલવર્ણા સૂર્યકિરણો હિમશિખરો પર દિવ્યાનું સિંચન કરતા હતા. સોનપ્રયાગથી સાંજે ૪ કિ.મી. ચાલી રામપુર રાત્રિ વિશ્રામ કર્યો.
હિમાલયમાં વિહાર કરતા દિવસે દિવસે આનંદ વધતો જાય છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન અસંખ્યવાર આ હિમાલયમાં પધાર્યાં હશે. જૈન શાસ્ત્રોમાં તો અત્ર-તત્ર-સર્વત્ર ઋષભદેવ પ્રભુ અષ્ટાપદ કૈલાશ ગિરિવર ઉપર પધાર્યા તેના ઉલ્લેખો મળે છે. પણ હિન્દુ શાસ્ત્રોમાં પણ આ બાબતની નોંધ લેવામાં આવી છે.
જેમકે ‘આર્યમંજુશ્રી મૂલકલ્પ’માં ભારતવર્ષના પ્રાચીન સમ્રાટોની યાદીમાં નાભિરાજાના પુત્ર ઋષભદેવના પુત્ર ભરત મહારાજાને યાદ કરવામાં આવ્યા છે અને તેની સાથે જ લખ્યું છે કે ભગવાન શ્રી ઋષભદેવે હિમાલયમાં તપ કરી સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું હતું તે ગ્રંથનો શ્ર્લોક આ પ્રમાણે છે:
પ્ઘળક્ષટજ્ઞ લૂટળજ્ઞ ણળરુધ: ટશ્ર્ન્રૂળરુ્રૂ અળઉંપૂખ્ર્રૂરુટ,
ણળરુધણળજ્ઞ ઋરધક્ષૂઠ્ઠળજ્ઞ મે રુલથ્ઇંપૃ ત્તઝમૄટ: ॥
ટશ્ર્ન્રૂળરુક્ષ પરુઞખફળજ્ઞ ્રૂષ:
રુલથ્ળજ્ઞ વજ્ઞપમટજ્ઞ રુઉંફળે
ઋરધશ્ર્ન્રૂ ધફટ: ક્ષૂઠ્ઠ
લળજ્ઞજરુક્ષ પગ્નળટળટ્ર લડળ ઘક્ષજ્ઞટ્ર॥
ભાવાર્થ: પ્રજાપતિના પુત્ર નાભિરાજાનાં પુત્ર ઋષભદેવ હતા તે નિશ્ર્ચયથી સિદ્ધિપદની આરાધના માટે દૃઢવ્રતધારણ કરનાર હતા. ઋષભદેવના પુત્ર ભરત હતા, વિગેરે.
શ્રી નાગપુરાણમાં તો બહુ સરસ રીતે શ્રી ઋષભદેવ પ્રભુનું સ્મરણ કર્યું છે.
ઇેંભળલરુમપભજ્ઞ ફબ્રજ્ઞ ઋષધળજ્ઞજર્રૂૈ રુઘણજ્ઞ઼ફ:
ખઇંળફ શ્ર્નમળમટળર્ફૈ ્રૂળજ્ઞ લમૃ: લમૃઉંટ: રુયમ: ॥
ભાવાર્થ: સુંદર અને નિર્મળ એવા કૈલાશ પર્વત ઉપર શ્રી ઋષભદેવ પ્રભુએ પોતાનો અવતાર કર્યો. ઋષભદેવ પ્રભુ સર્વ વ્યાપી છે અને સૌના કલ્યાણરૂપ છે.
શિવપુરાણનો આધાર મનુષ્ય માત્રને આનંદ આપનાર છે.
અશ્ર્રરુશ્ર્રૂ ટર્ઠિીરૂ ્રૂળઠ્ઠળ્રૂર્ળૈ ્રૂટ્ટથર્ભૈ ધમજ્ઞટ્ર
અળરુડણળઠશ્ર્ન્રૂ ડજ્ઞમશ્ર્ન્રૂ શ્ર્નપફઞજ્ઞણળરુક્ષ ટડ્રધમજ્ઞટ્ર ॥
મહાદેવજી શ્રી પાર્વતી દેવીને કહી રહ્યા છે – દેવી! અડસઠ તીર્થની યાત્રા કરવાનું જે ફળ થાય છે તે આદિનાથ દેવનું સ્મરણ માત્ર કરવાથી ફળ પ્રાપ્ત થાય છે.
વાસ્તુશિલ્પના પ્રણેતા વિશ્ર્વકર્મા દ્વારા વિરચિત ‘અપરાજિત શિલ્પ શાસ્ત્ર’માં હિમાલય ગિરિ ઉપર સુમેરૂ પર્વત અને તે ઉપર બીરાજમાન શ્રી ઋષભદેવ પ્રભુના મહિમાનો વર્ણન કરતા ૩૫ શ્ર્લોક છે, તેમાંથી કેટલાક અહીં લઈએ.
લૂપજ્ઞર્યૈ યિર્ઈૈંફ ડશ્ર્મળ ઉંળેફિ ક્ષૈખ્રગરુટ ર્યૈઇંફપ્ર
ઇંળજ્ઞજર્રૂૈ ક્ષમૃટ: ઇટ્ટ્રૂજ્ઞર ઇંશ્ર્ન્રૂજ્ઞર્ડૈ પાધ્ડર્ફૈ પ્ધળજ્ઞ
અર્થ: સુમેરૂ ગિરિને જોઈને ગૌરી શંકરને પુછે છે આ પર્વત કયો છે? અને હે પ્રભુ! આ મંદિર કોનું છે?
ઇંળજ્ઞજર્રૂૈ પદ્વ્રૂજ્ઞ ક્ષૂણર્ડીમ:? ક્ષળડળધ્ટળ ઇંળ ખ ણળરુ્રૂઇંળ?
રુઇંપિડ ખઇૃં઼રુપટ્ટ્રૂઠ્ઠ? ટડધ્ટજ્ઞ ઇંળજ્ઞ પૈઉંળજ્ઞ પૈઉિં? ॥
અર્થ: આ મંદિરની મધ્યમાં કયા દેવ છે? તેમના ચરણોમાં આ દેવી કોણ છે? આ ચક્ર અને આ હરણ હરણી કોણ છે? ત્યારે શ્રી મહાદેવજી જવાબ આપે છે. (ક્રમશ:)