જિમમાં જ કેમ આવે છે હાર્ટ એટેક?

પુરુષ

કવર સ્ટોરી -નિધિ ભટ્ટ

દુનિયાનું સૌથી અઘરું કામ છે કોઈને હસાવવાનું અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું તો કામ જ છે લોકોને હસાવવાનું, પણ એ જ રાજુને જિમમાં વર્ક આઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો. જોકે રાજુ એકલી એવી પર્સનાલિટી કે વ્યક્તિ નથી કે જેને વર્ક આઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોય. આ પહેલાં પણ અનેક એવી સેલિબ્રિટી છે કે જેમને આ રીતે હાર્ટ એટેક આવ્યો હોય અને આજે આપણે અહીં આ જ વિશે વાત કરીશું.
ચાલીસી પર પહોંચે એટલે મહિલા હોય કે પુરુષ હોય તેઓ ફિટ એન્ડ ફાઈન રહેવા માટે જિમ અને વર્ક આઉટનો સહારો લે છે, તેમ છતાં એમાંથી ઘણાને હાર્ટ એટેક આવે છે. જો મેડિકલ સાયન્સની વાત માનીએ તો આ પાછળનું કારણ શરીરમાં રહેલા હોર્મોન્સ જવાબદાર છે. એમાં પણ ખાસ કરીને મહિલાઓના શરીરમાં રહેલા હોર્મોન્સ તેમને હાર્ટ સંબંધિત સમસ્યાથી દૂર રાખે છે પુરુષોની સરખામણીએ અને આ વાત અમે નહીં પણ રિસર્ચમાં સાબિત થઈ ચૂકી છે. મહિલાઓ પુરુષથી વધારે સ્ટ્રેસ લે છે અને મલ્ટિ ટાસ્કિંગ કરતી રહે છે. મહિલાઓ ઈમોશનલ વધારે હોય છે, પરંતુ સ્ટ્રેસથી હાર્ટ નબળું નથી થતું. તેઓ મેનોપોઝના સ્ટેજ સુધી પહોંચે ત્યાં સુધી આવું થાય છે. એટલે કે મહિલાઓના પીરિયડ્સ જ તેમને સુરક્ષિત રાખે છે અને હાર્ટ એટેકથી બચાવે છે.
નિષ્ણાતો આ વિશે વાત કરતાં જણાવે છે કે ૩૫ વર્ષની ઉંમરથી પુરુષોમાં હાર્ટ એટેકની શક્યતાઓ જોવા મળે છે, જ્યારે મહિલાઓમાં તે ચાલીસી પછી જ જોવા મળે છે. જ્યાં સુધી પીરિયડ્સની પ્રક્રિયા ચાલુ હોય છે ત્યાં સુધી મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના બે હોર્મોન્સનું લેવલ જળવાયેલું રહે છે, જ્યારે તેમને મેનોપોઝ આવે છે ત્યારે આ હોર્મોન્સનું લેવલ જળવાતું નથી, જેના કારણે હાર્ટ સંબંધિત બીમારીઓની શક્યતા વધી જાય છે.
એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ જ મહિલાનાં શરીરને સંપૂર્ણ બનાવે છે. એસ્ટ્રોજન પીરિયડ્સમાં તો પ્રોજેસ્ટ્રોન પ્રેગન્સીમાં મદદ કરે છે. જ્યારે શરીરમાં આ બંનેનું લેવલ ઓછું થઇ જાય છે તો મહિલાઓમાં મિસકેરેજ, મેનોપોઝ સહિત અનેક બીમારીઓ વધી જાય છે. એસ્ટ્રોજન રક્તવાહિનીઓને ચીકણી બનાવે છે જેનાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે. આ સાથે જ લોહીના કણોને શોષી લે છે જેથી હાર્ટની ધમનીઓને નુકસાન ન પહોંચે.
આપણામાંથી કેટલાક લોકોને ખ્યાલ છે કે મહિલાઓનું હાર્ટ પુરુષોની સરખામણીએ નાનું હોય છે અને તેની ધમનીઓ પણ પાતળી હોય છે. હાર્ટને ચાર પાર્ટમાં વિભાજિત કરનારી દીવાલ પણ પાતળી હોય છે. આ જ કારણ છે કે મહિલાઓમાં હાર્ટની બીમારીનું જોખમ પુરુષોની સરખામણીએ વધુ હોય છે. હવે આવું હોવા છતાં પણ હાર્ટ એટેકના કેસ મહિલાઓની સરખામણીએ પુરુષોમાં જ સૌથી વધુ જોવા મળે છે. હાર્ટ એટેકના કેસ મહિલાઓમાં કેમ વધારે જોવા નથી મળતા? એવો સવાલ થાય એ સ્વાભાવિક છે.
તો તમારા આ સવાલનો જવાબ મળે છે એક જર્નલમાં. જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર મહિલાઓમાં હૃદયની બીમારીઓની તપાસ અને સારવાર માટે યોગ્ય રીતે પગલાં ભરવામાં આવતાં નથી. મહિલાઓ પોતે પણ આ બાબતથી વાકેફ નથી. જેના કારણે બીમારીની સમયસર ખબર પડતી નથી. અગાઉ કહ્યું એમ મહિલાઓનું હાર્ટ પુરુષોના હાર્ટની સરખામણીએ વધુ ઝડપથી પમ્પિંગ કરે છે, પરંતુ દર વખતે ૧૦ ટકા ઓછું લોહી જ બહાર આવે છે . જ્યારે મહિલાઓ સ્ટ્રેસમાં હોય છે ત્યારે તેમના હાર્ટબીટ વધી જાય છે ને હાર્ટ ફક્ત બ્લડ જ પંપ કરવા લાગે છે, પરંતુ પુરુષો જયારે ચિંતામાં હોય છે ત્યારે બીપી હાઈ થઇ જાય છે ને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
અમેરિકાની એક હૉસ્પિટલ દ્વારા ૨૦૧૬માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ અનુસાર ૪૦ વર્ષની ઉંમર પહેલાં એન્ડોમેટ્રિયોસિસની સમસ્યા ધરાવતી મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધારે જોવા મળ્યું હતું. એન્ડોમેટ્રિયોસિસ એ ગર્ભાશયનો રોગ છે. જ્યારે પણ પીરિયડ્સ આવે છે ત્યારે મહિલાઓને ઘણી સમસ્યામાંથી પસાર થવું પડે છે. જે મહિલાઓને પીસીઓડી (પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસઑર્ડર) અને પીસીઓએસ હોય છે, તે મહિલાઓને પણ નાની ઉંમરમાં જ હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. જે છોકરીઓ સ્મોકિંગ કરે અથવા તો પહેલેથી જ ડાયાબિટિક હોય છે તે લોકોને પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
કેટલીક સ્ત્રીઓને ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનામાં ડિલિવરી પછી પ્રી-એક્લેમ્પસિયાની સમસ્યા જોવા મળે છે, જે એક ગંભીર બીમારી છે. તેમાં ગર્ભવતી મહિલાને હાઈ બ્લડપ્રેશર હોય છે. આ રોગ ગર્ભાવસ્થાના ૨૦મા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. ૩૪મા અઠવાડિયામાં વધુ ખતરનાક બની જાય છે. દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કાર્ડિયોલોજી વિભાગના ડાયરેક્ટર ડો. અજિત માથુરે જણાવ્યું હતું કે જયારે હાર્ટમાં કોઈ બ્લોકેજ હોય અથવા તો ઇન્ફેક્શન હોય તો પણ હાર્ટ એટેક આવી શકે છે. ઘણા લોકોના હાર્ટમાં પહેલેથી જ બ્લોકેજ હોય છે, પરંતુ ખબર નથી હોતી.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ સવાલ એટલે આખરે જિમમાં જ કેમ આવે છે હાર્ટ એટેક? આ સવાલનો જવાબ આપતાં મુંબઈના એક પ્રસિદ્ધ ડૉક્ટર જણાવે છે કે ઘણા લોકો જરૂરિયાત કરતાં વધારે કસરત કરે છે, જેનાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન્સ રિલીઝ થાય છે, પરંતુ હાર્ટ આ કસરતને આટલા પ્રેશરથી સહન કરવાને લાયક નથી હોતું. આ સ્થિતિમાં કાર્ડિયેક અરેસ્ટ થઇ શકે છે. ઘણા લોકોને કસરત કર્યા બાદ તુરંત જ સિગારેટ પીવાની આદત હોય છે, જેનાથી પણ તબિયત ખરાબ થઇ શકે છે…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.