મુંબઇ: મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ૩૫.૪ ઓવરમાં ૧૮૮ રન પર સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ ૮૧ રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતે ૩૯.૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલે ૯૧ બોલમાં ૭૫ રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય રવીન્દ્ર જાડેજા પણ ૪૫ રન બનાવીને અણનમ રહ્યો હતો. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૧૦૮ રનની અણનમ ભાગીદારી થઈ હતી.આ જીત સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. હવે આગામી વનડે રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને ૧૬ વર્ષ બાદ હરાવ્યું છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ૧૮૯ રનનો લક્ષ્યાંક રાખ્યો છે. કાંગારૂ ટીમ ૩૫.૪ ઓવરમાં ૧૮૮ રનમાં સમેટાઈ ગઈ હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે ૧૨૯ રન હતો, ત્યારબાદ ટીમે ૫૯ રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ૧૯.૩ ઓવરમાં બે વિકેટે ૧૨૯ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે ૬૫ બોલમાં ૮૧ રનની ઇનિંગ રમી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટ્રેવિસ હેડ પાંચ રન બનાવીને સિરાજનો શિકાર બન્યો હતો. આ પછી મિચેલ માર્શ અને કેપ્ટન સ્ટીવ સ્મિથે બીજી વિકેટ માટે ૭૨ રનની ભાગીદારી કરી હતી. સ્મિથ ૨૨ રન બનાવી શક્યો હતો. આ પછી માર્શે લાબુશેન સાથે ત્રીજી વિકેટ માટે ૫૨ રનની ભાગીદારી કરી હતી. માર્શ ૬૫ બોલમાં ૧૦ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૮૧ રનની ધમાકેદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.
માર્શના આઉટ થતા જ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ભાંગી પડી હતી. લાબુશેન ૧૫ રન બનાવી શક્યો હતો. આ પછી કેમરૂન ગ્રીન ૧૨ રન બનાવી શક્યો હતો. સ્ટોઇનિસ પાંચ રન બનાવીને આઉટ થયો હતો.
મેક્સવેલ આઠ રન બનાવી શક્યો હતો. શમી અને સિરાજે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે જાડેજાને બે વિકેટ મળી હતી. હાર્દિક અને કુલદીપે એક-એક વિકેટ લીધી હતી. ઉ