અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

એકદમ ઉત્સાહમાં સાઇકલ પર એક જ દિવસમાં ૭૦ કિલોમીટરનુું અંતર કાપીન્ો માઇન્ઝ તો પહોંચી ગયાં, ત્યાં સાંજે મિત્રો સાથે મજા કરવામાં થાક પણ જરાય ન વર્તાયો, અન્ો ધીમે ધીમે બિલ્ડ કરેલી ફિટન્ોસ પ્રેક્ટિસ પછી આ રીત્ો લોંગ ડિસ્ટન્સ બાઇકિંગ કરવાની જર્મન હોબી હવે સમજાવા લાગી હતી. અહીં ખરેખર લોકો બાઇકિંગ હોલીડેઝ શા માટે કરે છે ત્ો પણ સમજાઈ રહૃાું હતું. દિવસના અંત્ો જ્યારે રજાઓમાં વધુ પડતું ખાવાનું અન્ો મજા કરવાનું થાય તો ત્ોની ફિટન્ોસ પર કોઈ અસર ન પડે એ તો નક્કી થઈ જ જાય. મન્ો ફિટન્ોસ કરતાંય વધુ મજાનું એ લાગ્યું કે જે પણ શહેર કે રિજનથી પસાર થતાં, ત્ો ધીમી ગતિથી છતાંય પ્ૌડાં પર જોવા મળતું. સાઇકલ પર જાણે વિચારો પણ અલગ પ્રકારના આવતા. બાઇક રૂટ પર ટૂર, એક્સરસાઇઝ અન્ો મેડિટેશન એકસાથે થતું હોય ત્ોવું લાગતું હતું. મોનાના ઘરે જલસા કરીન્ો બીજે દિવસ્ો સવારે પબ્લિક બ્રન્ચ પર જલસા કરવા નીકળી. પોસ્ટ કોરોના લોંગ સમરમાં લોકો જાણે દરેક વીકએન્ડ પર દરેક ગામ અન્ો શહેરન્ો એક મોટી સ્ટ્રીટ પાર્ટીમાં ફેરવી રહૃાાં હતાં. ત્ોમાંય ગ્ોસનો ભાવ અન્ો શિયાળાની અનિશ્ર્ચિતતાન્ો લઈન્ો લોકો હજી બધું એન્જોય કરી
શકાય ત્ોવું છે ત્ો કરી લઈએ એ જ માહોલમાં છે. ભીડ અન્ો ઇવેન્ટ્સ જોઈન્ો જરાય એમ નથી લાગતું કે દુનિયામાં રિસ્ોશન, વોર કે બીજી કોઇ
તકલીફ હોય.
બ્રન્ચ માટે બહાર નીકળ્યાં અન્ો સ્ોન્ટરમાં ગુટેનબર્ગનું ભવ્ય શિલ્પ જોતાં જ યાદ આવ્યું કે માઇન્ઝ તો પ્રિન્ટિંગ પ્રેસનું જન્મસ્થળ છે. પ્રિન્ટિંગ પ્રેસન્ો મારું મન મોટાભાગ્ો હાઇડલબર્ગ સાથે સાંકળતું કારણ કે હાઇડલબર્ગ પ્રિન્ટિંગ પ્રેસ વિષે તો ગુજરાતના પણ ઘણા ખ્યાતનામ પબ્લિશર મિત્રો પાસ્ોથી જાણવા મળ્યું છે, પણ પ્રિન્ટિંગ પ્રેસના શોધક તરીકે ઓળખાતા ગુટેનબર્ગ ખુદ માઇન્ઝના છે અન્ો ત્ોમણે પોતાની શોધ માઇન્ઝમાં જ કરી હોવાની વાત છે. માઇન્ઝથી આમ તો અમે ઘણીવાર પસાર થયેલાં, પણ ત્યાં ખરું ટૂરિસ્ટિંગ કરવાનું હજી નથી થયું. આ વખત્ો પણ અમે અહીં કંઈ સાઇટસીઇંગ કરવા નહોતાં નીકળવાનાં, પણ પ્રિન્ટિંગ મ્યુઝિયમનનો ખૂલવાનો સમય જોવાનું મન થઈ આવ્યું. માઇન્ઝ સિટી સ્ોન્ટરમાં બરાબર રાટહાઉસની નજીક લિબફ્રાઉનપ્લાઝ નંબર ૫ાંચ પર આવેલું આ મ્યુઝિયમ આજે કોઇ પણ પ્રિન્ટ મીડિયા કોનોસોર માટે તો દેવળસ્થાન જેવું છે.
ખરેખર જેમ જેમ દુનિયા વધુ ન્ો વધુ ડિજિટલ બનતી જાય છે, પ્રિન્ટ કરવાની જરૂરિયાતો ઓછી થતી જાય છે, પણ ડિજીટલ પ્રિન્ટનું અસ્તિત્વ જ ખરા પ્રિન્ટિંગ અન્ો ત્ોના ફેલાવ વિના કદાચ શક્ય બન્યું હોત કે કેમ ત્ો પ્રશ્ર્ન થાય. દરેક સંસ્કૃતિનો પ્રિન્ટિંગનો પોતાનો ઇતિહાસ છે. મેટલ પર કે પાંદડા પર લખીન્ો કે પછી બીજી કોઈ રીત્ો છાપીન્ો પુસ્તકો અન્ો પત્રો ઊભા કરવાનું તો ગુટેનબર્ગની પણ સદીઓ પહેલાં ચાલુ થઈ જ ચૂક્યું હતું. ગુટેનબર્ગ્ો માઇન્ઝમાં અમે જ્યાં ઊભાં હતાં ત્ોનાથી નજીકના જ સ્થળ પર પહેલું પુસ્તક છેક પંદરમી સદીમાં છાપ્ોલું. ત્ો પછી કોમર્શિયલ રીત્ો છાપવાનું કલ્ચર દુનિયાભરમાં ઘણી ઝડપથી ફેલાઈ ગયું હતું. આ શોધ પર જ ધાર્મિક પ્રચારથી લઈન્ો એજ્યુકેશનનો ફેલાવો, સાહિત્ય અન્ો મીડિયાનાં અગત્યના યુગનો આધાર રહેલો છે.
આ મ્યુઝિયમમાં ત્ો ઘણા સમયગાળાનો વિગત્ો અભ્યાસ કરવાનું શક્ય છે.
શરૂઆતના પ્રિન્ટિંગ પ્રેસમાં તો કોઈ ગ્ોરેજ કે સુથારની વર્કશોપ જેવાં સાધનો હતાં. આજે પણ પ્રિન્ટિંગ પ્રેસનું ઇવોલ્યુશન કઈ રીત્ો થયું, કયા સમયે કઈ ટેક્નિકથી ફોન્ટ બનાવવામાં આવતા હતા, પુસ્તકોનું બાઇન્ડિંગ કઈ રીત્ો થતું હતું અન્ો સમય સાથે આજે હાર્ડબાઉન્ડ અન્ો પ્ોપરબ્ોક સુધી દુનિયા કઈ રીત્ો પહોંચી ત્ો ત્યાં સાધનો સાથે જોઈ શકાતું હતું. ગુટેનબર્ગના મુવિંગટાઇપ પહેલાં દુનિયા કઈ રીત્ો પ્રિન્ટિંગ કરતી ત્ો પણ અહીં જોવા મળી જાય છે. મ્યુઝિયમની ગોઠવણી સમયગાળા પ્રમાણે હતી અન્ો કયા સમયે કઈ પ્રિન્ટિંગ સ્ટાઇલ પ્રચલિત હતી ત્ો ડાયોરામા સાથે જોવાનું શક્ય હતું. મ્યુઝિયમના ગાઇડ્સ પણ ગુટેનબર્ગના સમયના પોશાકમાં ફરી રહૃાા હતા. ટાઇપ સ્ોટનો વિકાસ અન્ો ટાઇપ રાઇટરનાં અલગ સ્વરૂપો જોવાનું પણ મનોરંજક બની રહૃાું. આજે તો ટાઇપરાઇટર વિન્ટેજ ડેકોરેશનની આઇટમ જ બની ગયાં છે. આમ તો હજી ગઈ કાલની વાત લાગ્ો છે કે લોકો આપણે ત્યાં એસએસસીમાં સારા માર્ક્સ લાવવા માટે થઈન્ો ટાઇપિંગન્ો એક વિષય તરીકે પણ પસંદ કરતાં હતાં.
અહીં માત્ર પુસ્તકો અન્ો સામાયિકો જ નહીં, નાણું કાગળ પર કઈ રીત્ો છપાવાનું શરૂ થયું ત્ોનો પણ ઇતિહાસ મોજૂદ હતો. આમ જોવા જાઓ તો આજે દુનિયા જે રીત્ો ચાલે છે ત્ોની પાછળ પ્રિન્ટિંગનો કેટલો મોટો ફાળો છે ત્ો વાત ત્યાં વિતાવેલ દરેક મિનિટ સાથે વધુ દૃઢ થતી જતી હતી. આ મ્યુઝિયમમાં આજે પ્રિન્ટિંગનો સંપ્ાૂર્ણ ઇતિહાસ કેદ છે. અહીં બીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન બોમ્બ વર્ષા પણ થઈ હતી. ઇમારતન્ો તો નુકસાન થયું હતું, પણ ઐતિહાસિક નમૂનાઓન્ો સદ્નસીબ્ો કોઈ નુકસાન થયું ન હતું. પંદરમી સદીમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવવા માટે ગુટેનબર્ગન્ો પાર્ટનરો સાથે થયેલા ઉધારીના પ્રોબલેમોનો પણ અહીં રેકોર્ડ છે. ગુટેનબર્ગનું મોટાભાગનું જીવન માઇન્ઝમાં જ વીત્ોલું અન્ો ત્ોમનું મોત પણ અહીં થયેલું, પણ ત્ોમની કબરનો આજે કોઇ પત્તો નથી. જોકે આજે આ શહેરની સૌથી ખ્યાતનામ હસ્તી ગુટેનબર્ગ જ છે. રિજનની ખ્યાતનામ યુનિવર્સિટી પણ ત્ોમના નામે છે. અમે ગુટેનબર્ગ મ્યુઝિયમમાં ઇચ્છતાં હતાં એટલો સમય વિતાવી શક્યાં નહીં. અમારે ત્ો જ સાંજે સાઇકલ પર ઘરે પાછાં ફરવાનું હતું. ત્ોના માટે આ વખત્ો ફાલ્ઝમાં વિન્યાર્ડ્સમાંથી થઈન્ો જવાનો રસ્તો પણ જોઈ રાખ્યો હતો. મ્યુઝિયમથી નીકળીન્ો અમે ફાલ્ઝનો રસ્તો પકડ્યો.

Google search engine