શિવસેના કોનીઃ સુપ્રીમ કોર્ટ 8 ઓગસ્ટ સુધીમાં આ મામલાને બંધારણીય બેંચમાં મોકલવાનો નિર્ણય લેશે, શિવસેનાને હાલ માટે કોર્ટમાંથી રાહત મળી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેમાંથી શિવસેના કોની એ અંગે જાગેલા વિવાદ સંબંધિત કેસને બંધારણીય બેંચને મોકલવાના મામલે સુપ્રીમ કોર્ટ 8 ઑગસ્ટના સોમવારે નિર્ણય લેશે, એમ ચીફ જસ્ટિસ એનવી રમણની અધ્યક્ષતાવાળી બેંચે આજે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પક્ષ વિશેના બંને જૂથોના દાવા પરનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવાની સલાહ આપી છે. કોર્ટના આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેના પક્ષને હાલ પૂરતી રાહત મળી છે.
મહારાષ્ટ્રમાં, એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના ધારાસભ્યોના બળવો અને ત્યારબાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પડતર છે. આ અરજીઓમાં શિંદે કેમ્પના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા, એકનાથ શિંદેને સરકાર બનાવવા માટે રાજ્યપાલનું આમંત્રણ, ગૃહમાં નવા સ્પીકરની ચૂંટણીની ખોટી પ્રક્રિયા જેવા અનેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. પરંતુ હવે સૌથી મહત્વનો મુદ્દો એ બની ગયો છે કે એકનાથ શિંદે કેમ્પ અસલી શિવસેના હોવાના દાવા પર ચૂંટણી પંચે કાર્યવાહી શરૂ કરી છે અને ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી જવાબ માંગ્યો છે.
સુનાવણીના અંતમાં કોર્ટે કહ્યું હતું કે એકનાથ શિંદે કેમ્પની ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલી અરજી પર ઉદ્ધવ કેમ્પે 8 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો છે . પરંતુ જો ઉદ્ધવ છાવણી ચૂંટણી પંચ પાસે સમય માંગશે તો પંચ તેના પર વિચાર કરીને યોગ્ય નિર્ણય લેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.