રાજકોટના ન્યારી ડેમમાં ત્રણ શખ્સોએ થાર ગાડી ઊંડા પાણીમાં ચલાવી સ્ટંટ કર્યા, તંત્રના આદેશની ઐસી તૈસી

આપણું ગુજરાત

Rajkot: સોશિયલ મેડિયા પર વાહવાહી બટોરવા લોકો કાયદા-નિયમો નેવે મૂકી જીવના જોખમે અવનવા સ્ટંટ કરતા હોય છે. ત્યારે રાજકોટમાંથી પણ એક એવો જ વિડીયો બહાર(viral video) આવ્યો છે. રાજકોટમાં કેટલક દિવસ થી સારો વરસાદ પડતા આજી ડેમ અને ન્યારી ડેમનાં નવાં નીર આવ્યા છે. જેથી ડેમમાં પાણી જોવા લોકોની ભીડ ઊમટી રહી છે. ત્યારે ન્યારી ડેમ(Nyari dam)માં ભરેલા પાણીમાં ત્રણ શખ્સો થાર ગાડી ચાલવી સીન સપાટા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ શખ્સો ગાડીને બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા.
રાજકોટમાં પડેલા ભારે વરસાદને પગલે તંત્રએ લોકોને ડેમ, તળાવ, સરોવર નજીક જો જરૂર ન હોય તો જવાનું ટાળવા સુચન કર્યું હતું. ત્યારે કેટલાક શખ્સો ન્યારી ડેમ ખાતે જોખમી સ્ટંટ કરી સીન સપાટા કરવા પહોંચ્યા હતા. એક શખ્સ થાર ગાડી(Thar Car) ચલાવી બોનેટ ડૂબે એટલા પાણીમાં લઇ ગયો હતો ત્યારે અન્ય બે શખ્સો ગાડીની બંને બાજુ લટકીને બુમો પડી રહ્યા હતા. જયારે તેમના મિત્રો કિનારે ઉભા વિડીયો ઉતરી રહ્યા હતા અને તેમને પ્રોત્સાહન આપતા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

“>

યુવાનોની આવી હરકત ક્યારેક પોતાનીતો ઠીક બીજાની જીંદગી પણ દાવ પર લગાવી દે છે. પોલીસ આવા શખ્સોને શોધી તેને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.