રાજકોટ: રાજકોટમાં ઢેબરભાઈ રોડ (સાઉથ) ખાતે ૬૦૦૦ વાર જગ્યામાં આશરે ૪૫ હજાર સ્કવેર ફીટમાં રૂપિયા ૧૨ કરોડના ખર્ચે શ્રી છગનલાલ શામજી વિરાણી બહેરા-મૂંગા શાળા ટ્રસ્ટના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવની અસીમકૃપાથી નવનિર્માણના કાર્યનો શુભારંભ કરેલ છે. નવ્ય સંકુલમાં શ્રી શશીકાંત જી. બદાણી, શ્રી છગનલાલ શામજી વિરાણી પરિવાર તેમ જ શ્રી રંગીલદાસ નથુભાઈ વારીઆ, શ્રી ઈન્દુભાઈ અને મહેન્દ્રભાઈ વોરા, રવિકુમાર ભારદીયા, રોલેક્સ રીંગ્સ લિ. પરિવારે ૫૧-૫૧ લાખ અને ગ્રીન એનર્જી (સોલાર)નો દયાબેન ગીરજાશંકર શેઠ, ડૉ. અરૂણાબેન અને ડૉ. અભયચંદ્ર મહેતા તથા રસીલાબેન નગીનદાસ પારેખે ૧૫ લાખ, શ્રીમતી હાર્દિકા જગદીશ ભીમાણી, શ્રી મયુરસિંહ ઝાલા, શ્રી જીતુભાઈ બેનાણીએ ૧૧ લાખનું અનુદાન કરેલ છે. જ્યારે ૬૦ રૂમ નામકરણ માટે ૨૫ જેટલા દાતાઓ
જોડાયા છે.
ક્ધયા છાત્રાલય નામકરણ ૧ કરોડ ૫૧ લાખ અને ઈન્ડોર સ્પોર્ટસ નામકરણ ૩૧ લાખ તથા એક રૂમનો નકરો ૫ લાખ રૂપિયા છે. દાતાઓને લાભ લેવા રજનીભાઈ બાવીસી, પ્રશાંત વોરા, શૈલેશ વિરાણીએ અનુરોધ કરેલ છે. પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આર્કિટેક્ટ પરાગ ઉદાણી તેમ જ તારક વોરા, રાજેશ વિરાણી વગેરે પ્રોજેક્ટને સફળ બનાવવા કાર્યરત છે.