રાજકોટમાં લૂંટારાએ પિસ્તોલ બતાવીને આંગડિયાના મૅનેજર પાસેથી ₹ ૧૯ લાખ લૂંટ્યા

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: શહેરની એક આગડીયા પેઠીનો કર્મચારી પાસેથી હિસાબની રકમ રૂ. ૧૯,૫૬,૦૦૦ની લૂંટ કરી બે શખસો કાર સાથે ઉભેલા સાગરિત સાથે બેસી ભાગી ગયા હતાં. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા છેલ્લે લૂંટારુ બેડી ચોકડીથી મોરબી તરફ ભાગ્યાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટની એક આગડીયા પેઢીમાં નોકરી કરતા રજનીકાંતભાઇ હિસાબના રૂ. ૧૯,૫૬,૦૦૦ લઈ તેમના ઘરના પગથિયા ચડતા હતા ત્યારે પહેલા માળે પહોંચતા જ બીજા માળેથી પગથિયા ઉતરી બે શખસ આશરે ૩૦ થી ૩૨ વર્ષના તેમની સામે આવ્યા હતાં. જેમાં એક શખસના હાથમાં પિસ્તોલ જેવું હથિયાર હતું. બીજા શખસ પાસે છરી હતી. પૈસા ભરેલી થેલી છરીવાળા શખસના હાથમાં આવી જતાં તે અને પિસ્તોલવાળો શખસ દોટ મુકી ભાગ્યા હતાં. ત્યાં જ સફેદ રંગની એક ફોરવ્હીલ ગાડીમાં એ બંને શખસો બેસીને મરચા પીઠ રોડ તરફ ભાગ્યા હતાં. પોલીસે ગુનો નોંધી આસપાસના ફૂટેજ તપાસ માટે મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.