Rajasthan: રાજસ્થાનના જાલોર (Jalore)જિલ્લામાં શિક્ષકના મારને કારણે એક દલિત વિદ્યાર્થીના (Dalit studendt)મોતનો મામલો સામે આવ્યો છે. જાલોર જિલ્લાના સુરાણા ગામની એક ખાનગી શાળામાં એક દલિત વિદ્યાર્થીને શિક્ષક દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ગઈકાલે ૧૩મી ઓગસ્ટે તેનું મોત(Died) નીપજ્યું હતું. આ મામલામાં એવો આરોપ છે કે દલિત વિદ્યાર્થીએ ખાનગી શાળાના સંચાલકના માટલામાંથી પાણી પીધું હતું. જેને લઈને તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના ગત 20 જુલાઈની છે. દરરોજની માફક ઈન્દ્ર નામનો દલિત વિદ્યાર્થી શાળાએ ગયો હતો. તેને તરસ લાગતા તેણે સ્કૂલમાં રાખેલા માટલામાંથી પાણી પીધું હતું. પરંતુ તે માટલું સવર્ણ શિક્ષક માટે અલગ રાખવામાં આવ્યું હતું. આ અંગેની જાણ થતા શાળા સંચાલકે બાળકને જાતિવાદી શબ્દોથી અપમાનિત કરી માર માર્યો હતો, જેના કારણે તેના જમણા કાન અને આંખમાં આંતરીક ઈજાઓ થઈ હતી.
આવી સ્થિતિમાં તેમના પરિવારે તેને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાર બાદ તેને અમદાવાદની હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ગઈ કાલે 13મી ઓગસ્ટે ઈન્દ્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃતક દલિત વિદ્યાર્થી ઈન્દ્ર કુમાર સુરાણા ગામમાં સરસ્વતી વિદ્યા મંદિરમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ મામલે મૃતક વિદ્યાર્થીના કાકા કિશોર કુમારે સાયલા પોલીસ સ્ટેશનમાં શાળા સંચાલક છૈલસિંહ વિરૂદ્ધ મારપીટ, જાતિય શબ્દોનો ઉપયોગ, અપમાનિત કરવા અને વિદ્યાર્થીને માર મારવાનો ગુનો નોંધાવ્યો છે.
પોલીસે સમગ્ર મામલે SC-ST એક્ટ સહિત હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ સાથે જ પોલીસે ખાનગી શાળાના સંચાલકની ધરપકડ કરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે, જેના કારણે રાજ્ય સરકારની સૂચના મુજબ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે.
આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે(Ashik Gehlot) કહ્યું કે, “જાલોરના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી શાળામાં શિક્ષક દ્વારા મારપીટથી વિદ્યાર્થીનું મોત દુઃખદ છે. આરોપી શિક્ષક સામે હત્યા અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળનો કેસ નોંધાયેલ છે અને ધરપકડ કરવામાં આવી છે. કેસની ઝડપી તપાસ અને દોષિતોને ઝડપી સજા માટે કેસ ઓફિસર સ્કીમ હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. પીડિત પરિવારને વહેલી તકે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે. મૃતકના પરિવારજનોને રૂ.5 લાખની સહાય મુખ્યપ્રધાન ફંડમાંથી આપવામાં આવશે.’

“>

 

Google search engine