નવી દિલ્હી:વિશે વાત કરતા કચ્છના 26મી જાન્યુઆરીના આવેલા વિનાશક ભૂકંપને યાદ કરીને ઈમોશનલ થઈ ગયા હતા. ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપને યાદ કરતા તેમણે કહ્યું કે, આપણે પણ ભૂતકાળમાં આવી કુદરતી હોનારતનો સામનો કરી ચૂક્યા છીએ. આ મુશ્કેલ સમયમાં ભારત તુર્કેય સાથે ઊભું છે અને શક્ય એટલી મદદ તેમને પહોંચાડવામાં આવશે.
તેમણે તુર્કેય અને સીરિયામાં આવેલા ભૂકંપની દુર્ઘટના માટે શોક વ્યક્ત કર્યો હતો. ત્યાંની પરિસ્થિતિ વિશે વાત કરતા પીએમ મોદીએ વર્ષ 2021માં કચ્છના ભૂકંપને યાદ કરતાં કહ્યું કે, આપણે પણ આવી ભયાનકતાનો ભોગ બન્યા છીએ. અમે (ભારત) તુર્કીને આ મુશ્કેલ સમયમાં શક્ય તમામ મદદ આપીશું.
સોમવારે (ફેબ્રુઆરી 6) તુર્કેયમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 7.8 પર માપવામાં આવી હતી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે અત્યાર સુધીમાં 4,300 લોકો મૃત્યુ પામ્યા છે અને 15 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.