Homeઆપણું ગુજરાતપાલિતાણામાં છ ગાઉની યાત્રા યોજાશે: સિદ્ધવડમાં ઢેબરીયો મેળો ભરાશે

પાલિતાણામાં છ ગાઉની યાત્રા યોજાશે: સિદ્ધવડમાં ઢેબરીયો મેળો ભરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગોહિલવાડના પાલીતાણા નગરીના શત્રુંજય પર્વત પર બિરાજમાન આદિનાથ દાદાના દર્શન માટે માત્ર ગુજરાત નહિ, દેશ અને દુનિયામાંથી ઉપાસકો, શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ આવે છે. ફાગણ સુદ ૧૩ની છ ગાઉની મહાયાત્રા શરૂ થાય છે. જેનું જૈન સમાજમાં ખુબ જ મહત્ત્વ છે. આ પવિત્ર દિવસે ભાડવા ડુંગર ઉપર શામ્બ અને પ્રદ્યુમ્ન કુમાર સહ સાડા આઠ કરોડ મુનિઓ એક સાથે મોક્ષ પદને પામ્યા હતા. મળતી માહિતી મુજબ, શત્રુંજય માહાત્મ્ય ગ્રંથમાં કહેવાયું છે કે, આ વિષમ કાળમાં જીવોને સંસાર સમુદ્ર તરવા શત્રુંજય ગિરિરાજ વિશિષ્ટ સાધન છે. ભગવાન ઋષભદેવ અહીં ૯૯ પૂર્વ પર્યંત વિચરી ધર્મનો જયઘોષ ગજવ્યો હતો. આ ગિરિરાજ ભારતનું અલંકાર છે. તેની પાછળ ચોકીદાર સમાન કદમ્બગિરિની ગિરમાળ છે. એના વામ ભાગે ભાડવો ડુંગર છે, જમણા હાથે શત્રુંજય સરિતા અને તાલધ્વજગિરિ છે. અહીંનું વાતાવરણ અતિ પવિત્ર છે. ૪થી માર્ચથી શરૂ થશે ૫મી માર્ચ ૨૦૨૩ ફાગણ સુદ ૧૩ને રવિવારના રોજ છ ગાઉની યાત્રા યોજવામાં આવશે. જોકે ૪થી માર્ચે દેશભરમાંથી લોકો અહીં ઉમટી પડશે અને મેળાનો માહોલ જામશે. યાત્રા પણ શરૂ કરશે.
પ્રતિવર્ષ ફાગણ સુદ-૧૩ એ શેત્રુંજય તીર્થની છ ગાઉની પ્રદક્ષિણાનો અનેરો મહિમા છે. પ્રતિ વર્ષ માત્ર એક જ તિથિએ છ ગાઉની પ્રદક્ષિણાનો લાભ યાત્રિકો લઈ શકે છે. ફાગણ સુદ-૧૩નો આ દિવસ ઢેબરા તરીકે પણ ઓળખાય છે. આ દિવસે શામ્બ અને પ્રદ્યુમન આદિ ૮.૫૦ કરોડ મુનિઓ મોક્ષ ગમન કર્યું હતું.
જેથી આ દિવસનું વિશેષ મહાત્મ્ય છે. છ ગાઉની યાત્રામાં ભાડવાના ડુંગર સદભદ્ર ઉપર શામ્બ અને પ્રદ્યુમન મહાન મુનીઓના પાવન પગલા છે. પરિણામે યાત્રિકો આ પવિત્ર દિવસે છ ગાઉની યાત્રા કરીને પગલાને નમો સિદ્ધાણું કરી નમન કરે છે, ચૈત્યવંદન કરે છે. આ વખતે ફાગણ સુદ-૧૩, રવિવારના રોજ હોવાથી અને રજાનો દિવસ હોવાથી ૭૦થી૮૦ હજાર યાત્રિકો ઉમટી પડશે, એવું અનુમાન છે. એસ.ટી. વિભાગ દ્વારા પાલીતાણાથી આદપુરની સ્પેશિયલ બસ દોડાવાશે. તેમજ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જળવાઈ રહેશે. છ ગાઉની યાત્રા કરતા યાત્રિકોને છથી આઠ કલાકનો સમય લાગે છે. ભાડવાના ડુંગરથી સિદ્ધવડ આવ્યા બાદ અહીં યાત્રિકોની સેવામાં ૯૬ જેટલા પાલ તૈયાર કરવામાં આવનાર છે. પાલીતાણા, ભાવનગર, સિહોર, મહુવા, બોટાદ, સહિત દેશભરના જુદા જુદા જૈન સંઘો દ્વારા આ પાલમાં યાત્રિકોની ખૂબ જ ભાવથી ભક્તિ કરવામાં આવે છે. પહેલા આ પાલોમાં ફકત દહીં અને ઢેબરાની જ ભક્તિ કરવામાં આવતી હતી. આ અસલિયત હવે ગૌર બની ગઈ છે. હવે જુદી જુદી વાનગીઓ, ફ્રુટ, સુકો મેવો વિગેરેની ભક્તિ કરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular