મુંબઈઃ મુંબઈમાં 2022માં સાયબર ગુનાની ઘટનામાં ગયા વર્ષની સરખામણીએ 70 ટકાનો વધારો જોવા મળ્યો હોવાની માહિતી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં આપી હતી. એટલું જ નહીં નવેમ્બર, 2022 સુધી ફક્ત એક વર્ષના સમયગાળા દરમિયાન મુંબઈમાં સાઈબર ક્રાઈમને આશરે 4,286 કેસ નોંધાયા હતા એવી માહિતી ફડણવીસે આપી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે 2022માં મુંબઈના સાયબર ગુનામાં ગયા વર્ષની સરખામણીએ 70 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નવેમ્બર, 2022 સુધીના એક વર્ષના સમયગાળા દરમિયાન મુંબઈમાં સાયબર ફ્રોડના આશરે 4,286 કેસ નોંધાયા હતા.
એટલું જ નહીં ફડણવીસે એવું પણ જણાવ્યું હતું કે નવેમ્બર, 2021થી નવેમ્બર, 2022 સુધી મુંબઈ પોલીસ કમિશનર ઓફિસમાં સાયબર ફ્રોડના કેસમાં 70 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સાયબર ક્રાઈમ સામે કાર્યવાહી કરવા માટે મુંબઈમાં પાંચ સ્પેશિયલ પોલીસ સ્ટેશન છે. નવેમ્બર, 2022 સુધી શહેરમાં ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન ફ્રોડના 1,294 કેસ નોંધાયા હતા અને તેમાંથી 37 કેસ સોલ્વ કરવામાં આવ્યા છે.
આ સમયગાળા દરમિયાન ઓનલાઈન શોપિંગ, ક્રિપ્ટો ચલણ ઈન્વેસ્ટમેન્ટ, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ, ઈન્શ્યોરન્સ, ઈન્વેસ્ટમેન્ટ અને નોકરીમાં ફસવણૂંકના 2,216 કેસ નોંધાયા હતા અને તેમાંથી 132 કેસ સોલ્વ કરવામાં પોલીસને સફળતા મળી હતી. કુલ વાત કરીએ તો એક વર્ષમાં 4,268 કેસ નોંધાયા હતા અને તેમાંથી 279 ગુના ઉકેલવામાં આવ્યા હોવાની માહિતી પણ ફડણવીસ દ્વારા આપવામાં આવી હતી.
2021ની સરખામણીએ 2022માં સાઈબર ક્રાઈમમાં થયો આટલો વધારો..
RELATED ARTICLES