ડ્રગ માફિયાઓના મનસૂબા પર દિલ્હી પોલીસે ફેરવ્યું પાણી! મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી 1,725 કરોડનું હેરોઈન જપ્ત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશની આર્થિક રાજધાની મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી હેરોઈનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસે 22 ટનનું એક કન્ટેનર જપ્ત કર્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 1,725 ​​કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ જાણકારી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીએ આપી હતી.

પોલીસને હેરોઈનનો મોટો જથ્થો ભારતમાં લાવવામાં આવી રહ્યો હોવાની જાણકારી મળ્યા બાદ સ્પેશિયલ સેલની ટીમે ન્હાવા શેવા પોર્ટ પરથી એક કન્ટેનર જપ્ત કર્યું હતું, જેમાં 22 ટન હેરોઈન મળી આવ્યું હતું.

હવે પોલીસ સામે એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ડ્રગ્સનો આટલો મોટો જથ્થો કોણે મંગાવ્યો હતો? કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ ડ્રગ્સનો જથ્થો ભારતીય સીમામાં કેવી રીતે પ્રવેશ્યો?

નોંધનીય છે કે દિલ્હી પોલીસે થોડા દિવસો પહેલા 1,200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને સ્પેશિયલ સેલે બે અફઘાની નાગરિકોની ધરપકડ કરી હતી. તેમની પુછપરછ કરવામાં આવતાં મુંબઈ પોર્ટ પર હેરોઈન અંગે માહિતી આપી હતી. આ સૂચનાના આધારે દિલ્હી પોલીસ મુંબઈ તપાસ કરવા આવી હતી, જ્યાં તેને ડ્ર્ગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.