રણવીરે મુંબઈ પોલીસને કહ્યું, મારી તસવીર સાથે ચેડા કરવામાં આવ્યા છે

ફિલ્મી ફંડા

અભિનેતા રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને કારણે વિવાદોના વમળમાં ઘેરાયેલો છે ત્યારે મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગયા મહિને રણવીરને પોલીસ સ્ટેશન બોલાવીને પુછપરછ કરી હતી અને ફરી એક વાર તેને બોલાવવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર તાજેતરમાં રણવીરે મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેની તસવીરો સાથે ચેડા કરવામાં આવ્યા છે અને એકને મોર્ફ કરવામાં આવી છે.
એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રણવીરે કહ્યું છે કે તેમણે ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી હતી તે અશ્લીલ નહોતી અને અંડરવેર પહેર્યું હતું. જે તસવીરને લઈને ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે તેમના શરીરના તમામ અંગો દેખાઈ રહ્યા હતાં એ ફોટોશૂટનો હિસ્સો હતો જ નહીં.
નોંધનીય છે કે 26 જુલાઈએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે બાદ ન્યૂડ ફોટોશૂટનો વિવાદ મુંબઈ પોલીસ સુધી પહોંચ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.