Homeફિલ્મી ફંડાબિગ બોસના ઘરમાં રાતના અંધારામાં આ શું થયું?

બિગ બોસના ઘરમાં રાતના અંધારામાં આ શું થયું?

રિયાલિટી ટીવી શો બિગ બોસ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને હવે આ શો ફરી ચર્ચામાં આવ્યો છે તેના બે કન્ટેસ્ટન્ટની હરકતને કારણે. બિગ બોસના અત્યાર સુધીના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. એટલું જ નહીં ઘરમાં જે બન્યું એ જોઈને ઘરવાળાની આંખો તો પહોળી થઈ જ ગઈ છે… શોના ઈતિહાસમાં પહેલી વખત લાઈટ્સ ઓફ થયા બાદ બે કન્ટેસ્ટન્ટે લિપલોક કર્યું છે… જો તમે વિચારી રહ્યા હોવ કે આ હરકત ટીના દત્તા અને શાલિન શર્માએ કરી છે તો તમે સદંતર ખોટા ટ્રેક પર જઈ રહ્યા છો. લિપલોક કરનાર બે કન્ટેસ્ટન્ટ છે શ્રીજિતા ડે અને સૌંદર્યા શર્મા. જી હા, ચોંકી ગયા ને? આવનારા એપિસોડમાં જોવા મળશે કે લાઈટ્સ ઓફ થયા બાદ શ્રીજિતા અને સૌંદર્યા શર્મા લિપલોક કિસ કરે છે અને આ ઘટનાના સાક્ષી બને છે અબ્દુ રોઝિક અને શિવ ઠાકરે. વાત જાણે એમ છે કે બે દિવસના વિવાદ બાદ શ્રીજિતા અને સૌંદર્યા શર્માનું પેચ અપ થયું છે તેમની સાથે શિવ અને અબ્દુ પણ મજાક મસ્તી કરી રહ્યા છે. એ દરમિયાન કિસની ચર્ચા ચાલુ થાય છે અને અચાનક સૌંદર્યા શ્રીજિતાને લિપલોક કિસ કરે છે. આ જોઈને શિવ અને અબ્દુ ચોંકી જાય છે. બાદમાં શ્રીજિતા અબ્દુ અને શિવને પણ આ રીતે કિસ કરવાનું જણાવે છે. પણ આ સાંભળીને અબ્દુ કહે છે કે પાગલ હૈ ક્યાં? શિવ કહે છે કે અબ્દુ મેં હમણાં જે જોયું એના પર હું વિશ્ર્વાસ નથી કરી શકતો તો અબ્દુ પણ એવું કહે છે કે મેં પણ પહેલી વખત જ બે છોકરીઓને કિસ કરતાં જોઈ છે. અબ્દુ અને શિવ આ ઘટનાનો આનંદ ઉઠાવી રહ્યા હોય છે ત્યારે જ સૌંદર્યા અબ્દુને કહે છે કે તું આ રીતે કોઈને જજ ના કરી શકે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular