PM નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત દરમિયાન તેમની સભા સ્થળેથી બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા, જેને લઇને મોદીની સુરક્ષાનો મોટો ખતરો ઊભો થવાનો હતો, જે મુંબઇ પોલીસની સતર્કતાને કારણે ટળી ગયો હોવાનું માનવામાં આવે છે. મુંબઈ પોલીસે અહીંથી બંને આરોપીઓની ધરપકડ કરીહતી.આ આરોપીઓના નામ કટરામ ચંદ્રગાઈ કાવડ અને રામેશ્વર મિશ્રા છે.
બે દિવસ પહેલા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના MMRDA મેદાનમાં PM મોદીની બેઠક યોજાઇ હતી. તે સમયે આ બંને આરોપીને સભા સ્થળની આસપાસ સંદિગ્ધ અવસ્થામાં ફરતા જોઇ પોલીસે પકડ્યા હતા. કટરામની ઉંમર 39 વર્ષ છે અને તે મુંબઈને અડીને આવેલા ભિવંડી વિસ્તારનો રહેવાસી છે. તે હોટલ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પૂછપરછમાં તેની પાસેથી સ્મિથ એન્ડ વેગન સ્પ્રિંગફીલ્ડ રિવોલ્વર અને ચાર રાઉન્ડ ગોળીઓ મળી આવી હતી. તેની પાસે રિવોલ્વરનું લાયસન્સ હોવાની પણ માહિતી મળી છે. એન્ટ્રી લેવાનો પ્રયાસ કરતા પહેલા આરોપીઓ અહીં-તહીં ફરતા હતા. આથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેના પર ચાંપતી નજર રાખી હતી. અડધો કલાક સુધી બંને પર નજર રાખ્યા બાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેને પકડીને પૂછપરછ શરૂ કરી હતી. આરોપીઓ પાસે 13 જાન્યુઆરીએ જારી કરાયેલ એલિટ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના નકલી આઈડી મળી આવ્યા હતા. તેમાં રેન્જર તરીકે તેમની પોસ્ટિંગનો ઉલ્લેખ છે, પરંતુ આઈડીની રિબન પર દિલ્હી પોલીસ સિક્યુરિટી (પીએમ) લખેલું છે.
પોલીસ પૂછપરછ દરમિયાન, આરોપીઓ દાવો કરતા રહ્યા કે તે NSGના પઠાણકોટ હબમાં પોસ્ટિંગ પર હતા, પરંતુ જ્યારે મુંબઈ પોલીસે તપાસ કરી તો તેમનું આઈડી નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 171, 465, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શુક્રવારે તેમને બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 24 કલાકની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
પીએમ મોદીની સુરક્ષામાં ભંગ? મુંબઈની બેઠકમાં નકલી NSG જવાન ઝડપાયો
RELATED ARTICLES