મહેસાણામાં એક લગ્ન દરમિયાન એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ગામના પૂર્વ સરપંચે ભત્રીજાના લગ્નમાં નોટોનો વરસાદ કર્યો હતો. કાકાએ છત પરથી 100 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. નોટો વરસાવતાની સાથે જ ઘરની નીચે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. નોટો વીણવા લોકોમાં ધક્કામુક્કી જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ આ કિસ્સો મહેસાણાના અંગોલ ગામનો છે. ભત્રીજા રઝાકની જાન ગામથી નીકળી રહી હતી ત્યારે કાકા કરીમ યાદવે પોતાના ઘરની છત પર ઉભા રહીને 100 અને 500ની નોટો ઉડાવી હતી.
https://t.co/8JZiphVbxy#Gujarat: के मेहसाणा जिले में पूर्व सरपंच के भतीजे की शादी में लाखों रुपए हवा में उड़ा दिए गए!
100 और 500 के उड़ाए गए नोट!
वीडियो सोशल मीडिया पर तेजी से Viral हो रहा है…#मेहसाणा pic.twitter.com/tRpDTuxwEj— Rizwan khan Official 🇮🇳 (@Riz_wank) February 18, 2023
“>
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોધા-અકબર ફિલ્મનું અઝીમો-શાન શહેનશાહ ગીત બેકગ્રાઉન્ડમાં વાગતું સંભળાય છે. કરીમના હાથમાં નોટો છે, જેને તે એક પછી એક નીચે ફેંકી રહ્યો છે. તેની સાથે તેનો પરિવાર પણ છે. બધાએ મળીને 100 અને 500 રૂપિયાની નોટો ઉડાવી હતી.
આ સાથે જ નોટો વીણવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. નોટ વિણવા બાબતે લોકોમાં ઝપાઝપી થઈ હતી.