Homeઆપણું ગુજરાતમહુવામાં રાહુલ ગાંધીએ કહ્યું ‘આદિવાસીઓ ભારત દેશના પહેલા અને અસલી માલિક છે.’

મહુવામાં રાહુલ ગાંધીએ કહ્યું ‘આદિવાસીઓ ભારત દેશના પહેલા અને અસલી માલિક છે.’

મતદાન આડે હવે 10 દિવસ જ રહ્યા છે ત્યારે કોંગ્રેસે પુર જોશમાં પ્રચાર શરુ કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી વિરામ લઇ આજે પ્રથમ વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના પાંચ કાકડામાં રાહુલ ગાંધીએ જંગી સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે. તમે વનવાસી નહીં આદિવાસી છો. આ દેશ તમારો છે.
તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રામાં બધા આવી જાય છે, તમને કોઇ નથી પૂંછતુ કે તમારો ધર્મ, જાતિ કઇ છે. ભારત જોડો યાત્રમાં નફરત કે હિંસા નથી માત્ર ભાઈચારો છે. સવારથી રાત થઇ જાય છે, પરંતુ થાક નથી લાગતો. અમે અટક્યા નથી અને અટકીશું પણ નહિ. અહીં પણ મને કોન્વેયમાંથી ઉતરીને કારમાં બેસવાનું કહ્યું પરંતુ હું ચાલીને આવ્યો.
તેમણે કહ્યું કે હું નાનો હતો ત્યારે મારા દાદીએ મને એક ચોપડી આપી અને મને જણાવ્યું કે આદિવાસીઓ ભારત દેશના પહેલા અને અસલી માલિક છે. આદિવાસીઓ સાથે મારો અને મારા પરિવારોનો બહુજ જૂનો પારિવારિક સબંધ છે. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે. તમે જંગલમાં રહેવા વાળા છો એમ કહે છે. એ નથી ઈચ્છતા કે તમે પ્રગતિ કરો. ભાજપ જંગલ ઉદ્યોગપતિઓને આપી દેશે. તમારા હકો ભાજપ છીનવવા માંગે છે.
ગઈકાલે યાત્રામાં રામ નામનો યુવાન મળ્યો, જે યુવાન મને મળીને રડી પડ્યો હતો.તેણે કહ્યું, કોરોનામાં મારુ આખું કુટુંબ ચાલ્યું ગયું. આ દુનિયામાં મારુ કોઈ નથી. હોસ્પિટલમાં ડોક્ટરો સામે હાથ જોડ્યા. પરંતુ તેમણે મારા પરિવારને ન બચાવ્યું. હું બેરોજગાર છું. અમને પૂછ્યા વગર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular