મહીસાગરમાં ભાજપના કાર્યકર્તાઓની દારૂ પાર્ટી, વિડીયો વાઈરલ થતા હોબાળો મચ્યો

આપણું ગુજરાત

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂનું ગેરકાયદેસર વેંચાણ અને સેવન થાય છે. ત્યારે મહીસાર જીલ્લાના બાકોરમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓની દારૂ પાર્ટીની વિડીયો સામે આવ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપના જ કાર્યકતાઓ વિડીયોમાં દેખાતા હોબાળો મચ્યો છે.
મળતી માહિત પ્રમાણે વાઈરલ થયેલા વિડીયો બાકોરના સુંદરવનનો છે. વિડીયોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દારૂની મેહેફીલ માણતા જોવા મળી રહ્યા છે, સાથે સાથે કાર્યકરો ડી.જે.ના તાલે નાચતા જોવા મળી રહ્યા છે.
આગામી વિધાસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રિસોર્ટમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચાઓ કરવમાં આવી હતી. આ બેઠકમાં ભાજપના વિધાનસભ્ય જિગ્નેશ સેવક પણ હાજર રહ્યા હતા. જોકે બેઠક પૂર્ણ થય બાદ વિધાનસભ્ય ત્યાંથી નીકળી ગયા બાદ આ પાર્ટી યોજાઈ હતી.
બેઠક પૂર્ણ થયા બાદ વિધાનસભ્ય જિગ્નેશ સેવક નીકળી ગયા હતા. બાદમાં ભાજપના કાર્યકરોએ દારૂ પાર્ટી કરી હતી અને ડીજેના તાલે ઝૂમ્યા હતા.
આ મામલે વિધાન સભ્ય જિગ્નેશ સેવકે બચાવ કરતા કહ્યું હતું કે, ‘વીડિયોમાં દેખાઈ રહેલા લોકો મારું અને પક્ષનું ખરાબ દેખાય તે માટે ઈરાદાપૂર્વક આવું કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હું જન્મ દિવસની શુભેચ્છા આપવા માટે ગયો હતો.અમુક જગ્યાએ અમે આમંત્રણ સ્વીકારીને મુલાકાતે જતા હોઈએ છીએ. એ જ રીતે હું પણ ત્યાં ગયો હતો. હું ગયો ત્યારે ત્યાં આવું કંઈ જોવા મળ્યું ન હતું. મને સવારે જ આ અંગેની જાણ થઈ. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ બેઠક થઈ ન હતી. વીડિયોમાં દેખાતા લોકો બીજેપીના કાર્યકરો નથી.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.