મહારાષ્ટ્રમાં ૧૦ નવનિયુક્ત વિધાન પરિષદના સભ્યોએ શપથ લીધા

આમચી મુંબઈ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજે નાઇક નિમ્બાલકર સહિત તમામ ૧૦ નવા ચૂંટાયેલા સભ્યોએ શુક્રવારે અહીં શપથ લીધા હતા. દક્ષિણ મુંબઈના વિધાનભવન સંકુલમાં ઉપલા ગૃહનાં ઉપાધ્યક્ષ નીલમ ગોરે દ્વારા સભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. તેઓ ૨૦ જૂનના દ્વિવાર્ષિક મતદાનમાં કાઉન્સિલ માટે ચૂંટાયા હતા, જેમાં વિધાનસભ્યોએ મતદાન કર્યું હતું.શપથ લેનારાઓમાં પ્રવીણ દરેકર, રામ શિંદે, પ્રસાદ લાડ, ઉમા ખાપરે, શ્રીકાંત ભારતીય (તમામ ભાજપ) કાઉન્સિલના અધ્યક્ષ રામરાજે નાઇક નિમ્બાલકર અને એકનાથ ખડસે (બંને એનસીપી), સચિન આહિર અને અમાશા પડવી (શિવસેના) અને ભાઈ જગતાપ (કોંગ્રેસ)નો સમાવેશ થાય છે. વિધાનસભાના ૭૮ સભ્યોના ઉપલા ગૃહમાં વર્તમાન પક્ષની સ્થિતિમાં ભાજપના ૨૪, શિવસેનાના ૧૨, કોંગ્રેસના ૧૦, એનસીપીના ૧૦, લોક ભારતીનો એક, પીડબ્લ્યુડીનો ૧, આરએસપીનો ૧, અપક્ષના ૪ અને ૧૫ બેઠક ખાલી છે. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.