Homeઆમચી મુંબઈલાસલગાવ એપીએમસીમાં કાંદાના ભાવ ગબડતા ખેડૂતોએ લિલામ અટકાવ્યું

લાસલગાવ એપીએમસીમાં કાંદાના ભાવ ગબડતા ખેડૂતોએ લિલામ અટકાવ્યું

મુંબઈ: કાંદાના સતત ગબડી રહેલા ભાવથી રોષે ભરાયેલા ખેડૂતોએ એશિયાની કાંદાની સૌથી મોટી લાસલગાવ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી-એપીએમસી) ખાતે લિલામ અટકાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે મંડીમાં કાંદાના કિલોદીઠ ભાવ ઘટીને રૂ. ૨થી ૪ની સપાટીએ પહોચતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે.
કાંદા ઉત્પાદકોના પ્રતિનિધિઓઅએ સરકારને તાકીદના ધોરણે ક્વિન્ટલે રૂ. ૧૫૦૦ની ગ્રાન્ટ જાહેર કરવા અને કિલોદીઠ રૂ. ૧૫થી ૨૦ના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરે અન્યથા તેઓ નાશિક ખાતે આવેલી લાસલગાવની મંડીમાં લિલામ શરૂ થવા નહીં દે.
આજે મંડીમાં લિલામની પ્રક્રિયા શરૂ થતાં કાંદાના ભાવ ઘટીને નીચામાં ક્વિન્ટલે રૂ. ૨૦૦ અને ઉપરમાં રૂ. ૮૦૦ની સપાટીએ પહોંચ્યા હતા અને સરેરાશ ભાવ ક્વિન્ટલે રૂ. ૪૦૦થી ૪૫૦ની સપાટીએ રહ્યા હતા. આથી ખેડૂતો રોષે ભરાયા હતા અને મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંઘટને લિલામની પ્રક્રિયા અટકાવી દીધી હતી અને આક્ષેપો કરવાનું શરૂ કર્યું હતું.
ગત શનિવારે એપીએમસી મંડીમાં ૨૪૦૪ ક્વિન્ટલ કાંદાની આવક થઈ હતી અને જેમાં લઘુતમ ભાવ ક્વિન્ટલે રૂ. ૩૫૧, મહતમ ભાવ રૂ. ૧૨૩૧ અને સરેરાશ ભાવ રૂ. ૬૨૫ પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા.
આજે ખેડૂતોએ વર્તમાન અંદાજપત્ર સત્રમાં સરકારે તાકીદે ક્વિન્ટલે રૂ. ૧૫૦૦ની ગ્રાન્ટ જાહેર કરવાની સાથે હાલ જે કાંદાનું વેચાણ કિલોદીઠ રૂ. ૩, રૂ. ૪ અને રૂ. પાંચના ભાવે થઈ રહ્યું છે તેની રૂ. ૧૫થી ૨૦ના ભાવે ખરીદી કરવી જોઆએ એવી માગણી કરી હતી. જો આજે આ માગણી સંતોશવામાં નહીં આવે તો લાસલગાવની એપીએમસીમાં લિલામ નહીં થાય એમ સંઘટનના અગ્રણી ભરત દિઘોલેએ જણાવ્યું હતું.
દરમિયાન એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમસ્યાના ઉકેલ માટે બેઠક રાખવામાં આવશે અને સંઘટનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થયા બાદ બપોર પછી લિલામ શરૂ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે આ મહિનાના આરંભમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના ખેડૂતે એક ટ્રેડરને ૫૧૨ કિલો કાંદા વેચતા માત્ર રૂ. ૨.૪૯ મળતા તેને આંચકો લાગ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular