‘લાલબાગ ચા રાજા’માં આ વખતે રામમંદિરની પ્રતિકૃતિ

આમચી મુંબઈ

ભવ્ય પ્રવેશદ્વાર -ગણેશોત્વ નજીક આવતો જાય છે ત્યારે લાલબાગ ચા રાજાને આવકારવા જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. આ વર્ષે અહીં સજાવટ તરીકે અયોધ્યામાં આકાર લઇ રહેલા મંદિરની પ્રતિકૃતિ ઊભી કરાઇ છે.
(જયપ્રકાશ કેળકર)

મુંબઇ: બે વર્ષ પછી લાલબાગ ચા રાજાના ભક્તોને બાપ્પાના ચરણ સ્પર્શ કરવાની અને નવસ રાખવાની તક મળશે, એમ સંતોષ કાંબલીએ જણાવ્યું હતું, લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ માટે દાયકાઓથી તેઓ અને તેમના ૮૧ વર્ષીય પિતા રત્નાકર મધુસૂદન કાંબલી સાથે મળીને ૧૪ ફૂટની ગણેશ મૂર્તિનું શિલ્પ બનાવી રહ્યા છે.
છેલ્લાં બે વર્ષથી સામાન્ય લોકોને કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા પંડાલમાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ૨૦૨૦માં પ્રથમ વખત લાલબાગ ચા રાજાની મૂર્તિ ન હતી અને ૨૦૨૧માં મંડળે તેની સામાન્ય ૧૪ ફૂટની મૂર્તિઓની જગ્યાએ ચાર ફૂટની મૂર્તિ બનાવી.
લાલબાગચા રાજા મુંબઈના સૌથી જૂના અને લોકપ્રિય ગણપતિ મંડળોમાંનું એક ૧૯૩૪માં તેની સ્થાપના થઇ હતી. આ વર્ષે આવતા બુધવારથી શરૂ થતા ૧૦ દિવસીય ગણેશોત્સવ દરમિયાન દરરોજ લાખોની સંખ્યામાં લોકો આવે છે. આ વખતે મંડળ અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની ઝલક સાથે તેના ભક્તોનું સ્વાગત
કરવાની તૈયારી કરી રહ્યું છે.
નીતિન ચંદ્રકાંત દેસાઈ એ જેઓ એક દાયકાથી વધુ સમયથી લાલબાગ ચા રાજા મંડળના આર્ટ ડિરેકટર છે. તેમણે જણાવ્યું હતું કે અમે ભક્તોને રામ મંદિરમાં પ્રવેશની અનુભૂતિ કરાવવા માંગીએ છીએ. હું મંદિરની આસપાસના કલાના કામ સાથે સંકળાયેલો હોવાથી મને મંદિર કેવી રીતે દેખાશે તેનો ખ્યાલ છે. બાપ્પાના આશીર્વાદ નવા મંદિર સાથે છે તે દર્શાવવાની અમારી રીત છે, ગુરુવારે મધ્ય મુંબઈમાં લાલબાગ ધમધમતું હતું, સૂકા ફળો, મીઠાઈઓ, ફૂલો, ઘરેણાં, કપડાં અને સુશોભન સામગ્રીની ખરીદી, સ્થાનિક વેપારીઓને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન આપતું હતું.
કોરોના મહામારી જતા લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળશે. બિઝનેસને પણ મોટો વેગ મળશે. તહેવાર દરમિયાન લોકોની ભારે ભીડને કારણે લાલબાગ શહેરમાં સૌથી ભારે પોલીસ તૈનાતનું સાક્ષી છે. સુરક્ષા અને આગ સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. જોઈન્ટ સીપી (કાયદો અને વ્યવસ્થા) વિશ્ર્વાસ નાંગરે પાટીલે અમારા મંડળની મુલાકાત લીધી હતી. ૫,૦૦૦ સ્વયંસેવકો આ વર્ષે ભીડનું સંચાલન કરવામાં મદદ કરશે.
ભક્તો મંડળની વેબસાઈટ પર ઓનલાઈન દર્શન માટે જઈ શકે છે અને ઓનલાઈન પ્રસાદ ખરીદી શકે છે. મંડળ દ્વારા મળેલ દાનનો ઉપયોગ સામાજિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.