અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી
પોલેન્ડ ત્ોના પાડોશીઓની જેમ પ્રવાસીઓમાં વધુપડતું લોકપ્રિય નથી. જોકે ત્ોના માટે ત્યાં કોઈ ડેસ્પરેશન પણ દેખાતું નથી. અન્ો આમ જોવા જાઓ તો ત્યાં ઐતિહાસિક ઇમારતો, રસપ્રદ અન્ો નાટકીય હિસ્ટ્રી, મજેદાર ખાણીપીણી, હેંગઆઉટ કરી શકાય ત્ોવાં કાફેઝ, અન્ો પ્રવાસીઓન્ો મજા આવે ત્ોવું બધું જ છે. એટલું જ નહીં, પોલેન્ડના દરેેક મહત્ત્વના શહેરમાં જોવાલાયક સ્થળોનું લિસ્ટ જાણે પ્ાૂરું જ નહોતું થતું. અમે વોરસોમાંથી જ હજી રિટર્ન લાઇટ લેવાનાં હતાં, એટલે ત્યાં રહી ગયેલી જગ્યાઓએ છેલ્લે આંટો મારવાની આશા હતી, પણ અમારું ન્ોક્સ્ટ ડેસ્ટિન્ોશન એટલું મજેદાર હતું કે ત્યાં સમય સાથે અમારે જરાય કોમ્પ્રોમાઇઝ નહોતી કરવી. ક્રાકાઓમાં ઓલ્ડ સિટીમાં જ દિવસો સુધી ઘૂમ્યા કરવાનું મન હતું, પણ પહેલેથી જ માઇકેએ મન્ો કહી રાખેલું કે ક્રાકાઓ યુન્ોસ્કો માન્ય ‘સિટી ઓફ લિટરેચર’ છે. ત્યાં મન્ો મજા પડે ત્ોવું જોવા, વાંચવા અન્ો અનુભવવા માટે ઘણું મળવાનું હતું. ત્ોણે લગ્નની ત્ૌયારી વખત્ો એક વાર તો એમ પણ સ્ાૂચવેલું કે ‘હું આખું અડવાડિયું ક્રાકાઓમાં જ વિતાવું.’
જોકે શક્ય એટલું પોલેન્ડ જોવાની લાલચમાં માત્ર ક્રાકાઓનો પ્લાન તો ન બન્યો, પણ કમ સ્ો કમ ત્ોન્ો અમારી ટ્રિપનું સ્ોન્ટર જરૂર બનાવી શકેલાં. અન્ો ખરેખર છેક નવમી સદીથી રેકોર્ડ પર છે કે ક્રાકાઓ યુરોપનું એક સમયનું કલ્ચરલ સ્ોન્ટર હતું. આમ તો છેક સ્ટોન એજથી અહીં એક ગામ વસતું હતું ત્ોના અવશેષો છે જ, ક્રાકાઓમાં પ્રવેશતાં જ સમજાઈ જાય છે કે આ કોઈ સાધારણ ટૂરિસ્ડ ડેસ્ટિન્ોશન નથી, અહીં ખરું સબસ્ટન્સ છે. અહીં માનવજાત્ો જિંદગી જીવી છે અન્ો ઘણો સર્જનાત્મક સમય વિતાવ્યો છે.
અમે જરાય અખતરા કર્યા વિના ઓલ્ડ સિટી સ્ોન્ટરથી શરૂઆત કરી. આ ઐતિહાસિક વિસ્તારની મજા એ છે કે અહીં દસમી સદી સુધીમાં શહેરનો ગોલ્ડન એજ પ્ાૂરો થઈ ચૂક્યો હતો. હજાર વર્ષ પહેલાં ત્ો સમય એવો ઇમ્પ્ોક્ટફુલ બની રહૃાો હશે કે ત્ોની અસર આજે પણ વર્તાય છે. ત્યાં માત્ર એક-બ્ો ચર્ચ, એક-બ્ો કિલ્લા કે પ્ોલેસ, થોડાં કાફે અન્ો સુવિનિયર શોપ્સ જ નહીં, ત્રણ કિલોમીટરમાં ફેલાયેલી વાર્તાઓનું કલેક્શન છે. એક સમયે ત્યાં ૪૬ ટાવર અન્ો કોટ વિસ્તાર હતો. આજે ત્ોના માત્ર અવશેષો જ બાકી છે. પ્લાઝાની મધ્યે ઊભાં રહીન્ો બ્ો તરફ ભવ્ય બાસિલિકા છે, છૂટાં છવાયાં ચર્ચ, સ્મૂધ કોબલ્ડ ગલીઓ અન્ો બધી યુરોપિયન ખાસિયતો, પણ આ બધું જરાય ગીચ ન હતું. બ્રસ્ોલ્સનું સ્ોન્ટર પણ આવું જ ભવ્ય છે, મ્યુનિકમાં પણ આવી જ ગોઠવણ છે, પણ અહીં આર્કિટેક્ચરમાં એ પ્રકારનું સ્પ્ોસિંગ છે કે આંખન્ો રાહત મળે છે.
ટાઉનહોલ ટાવર, આર્ટ ગ્ોલેરી, ઉમરાવોનાં ઘર, જુનવાણી મ્યુઝિયમો, એક પછી એક ઇમારતનું કોઈ તો પ્રયોજન છે જ. સાથે પોલેન્ડનાં કેરેક્ટરિસ્ટિક કામિએનિસ્ો પ્રકારનાં ઘરોની હારમાળા જાણે વિસ્તારન્ો આઉટલાઇન આપી રહી હોય ત્ોવું લાગતું હતું. અમે રોયલ રોડ પરના દરેક પોઇન્ટન્ો માણ્યો. એક સમયે આ જ રોડ પર પોલિશ રોયલ ફેમિલીની અવરજવર હતી. ત્ોમાંય લોરિયાન્ોસ્કા સ્ટ્રીટ પર આવતાં તો લાગ્યું કે ક્રાકાઓ એટલું કૂલ છે કે ત્ોન્ો મુલાકાતીઓન્ો ઇમ્પ્રેસ કરવાની પડી જ નથી. ટાઉન હોલ ટાવર અન્ો લોરિયાન્ોસ્ક ટાવર વચ્ચે ક્યાંક વિચાર આવ્યો કે ક્રાકાઓએ અમન્ો ત્ોના વાઇબની જાળમાં ફસાવી લીધેલાં. ત્ો પછી વાવેલ કાસલ આવ્યો અન્ો શહેર સાથે લગાવ વધુ ગાઢ થઈ ગયો. આ વાવેલ કાસલ તો પોત્ો જ એક નાનકડું ગામ હોય ત્ોવું લાગતું હતું. ત્ોન્ો અમે સમય મળે તો આખું જોવા પણ સજ્જ હતાં. ત્ોમાંય ત્યાંની લાઇબ્રેરી અન્ો બુક્સની દુકાનો તરફ ધ્યાન આપ્યા પછી તો લાગ્યું કે અહીં તો ક્વોલિટી સમય વિતાવવા અવારનવાર આવવું જ પડશે. ક્રાકાઓન્ો સિટી ઓફ લિટરેચર બનાવવા પાછળ ત્યાંનો સાહિત્યનો વારસો, પબ્લિશિંગ ડાઇવર્સિટી, થોડા આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકપ્રિય લેખકો જવાબદાર છે. ૧૬૧૦માં યુરોપનો પહેલો બુક સ્ટોર ક્રાકાઓના માર્કેટ સ્કવેરમાં ખૂલ્યો હતો. એમ્પિક નામે આ સ્ટોર આમ તો અત્યંત સાધારણ લાગ્ો છે, પણ ઘણી ખરી સબસ્ટન્સવાળી ચીજો અન્ો સ્થળોની માફક ત્યાં પણ એક સટલ પથ્થરની તખતી પર સ્ટોરની હિસ્ટ્રી બ્ો વાક્યોમાં લખેલી. યુરોપિયન રેન્ોસાં અન્ો ત્યાંના ક્રિયેટિવ માહોલ પર ઇટાલી અન્ો ફ્રાન્સ અન્ો બીજા ઘણા દેશો પ્રભુત્વ જમાવીન્ો બ્ોઠા છે. અન્ો એવામાં યુરોપનો પહેલો બુકસ્ટોર પોલેન્ડમાં છે ત્ો જોઈન્ો જરા વધુપડતી નવાઈ લાગી રહી હતી.
કોનરાડથી લઈન્ો ઝિમ્બ્રોસ્કા સુધી, પોલેન્ડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મહાન લેખકોનું લિસ્ટ પણ દેશની સાઇઝના પ્રમાણમાં લાંબું છે. અહીં આ પ્રમાણમાં ટચૂકડા શહેરમાં સતત કોઈ ન્ો કોઈ લિટરરી ફેસ્ટિવલ યોજાયા કરે છે. સાથે અહીં મોટા પ્રમાણમાં પબ્લિશિંગ હાઉસીસ અન્ો લિટરરી કાફેઝ તો છે જ. અહીંનાં લોકો પણ જરા એક્ટિવ વાચકો લાગ્યાં. માઝોલીટ બુક્સ એન્ડ કાફેમાં અમારા સિવાયનાં બધાં લોકલ હોય ત્ોવું લાગતું હતું. ત્યાં વિતાવેલા બ્ો દિવસ દરમ્યાન અમે કાફે ઝાફે, કાફે સાયટાટ અન્ો કાફે ઓસ્ટેરિયામાં પણ આંટો માર્યો. દરેક જગ્યાનો પોતાનો આગવો માહોલ હતો. અહીં સતત હવામાં સાહિત્યિક માહોલ ફીલ થતો હતો. જોકે એવું ક્યાંક એટલે તો નહીં હોય, કારણ કે પહેલેથી જ ખબર છે કે આ યુન્ોસ્કો સિટી ઓફ લિટરેચર છે. ત્ો પછી જાણવા મળ્યું કે દુનિયામાં યુન્ોસ્કો માન્ય સિટી ઓર લિટરેચર, ૨૮ દેશોમાં ૪૨ શહેરો છે. ત્ોમાં પાકિસ્તાનનું લાહોર અન્ો ઇરાકનું બગદાદ પણ સામેલ છે અન્ો ત્ોમાં ભારતનું એક પણ શહેર નથી, એ જાણ્યા પછી આ લિસ્ટ જરા શંકાસ્પદ લાગવા માંડ્યું. ત્ો લિસ્ટમાં જે પણ હોય, ક્રાકાઓની લાયકાત પર એક પણ શંકાનું વાદળ ન હતું.