રક્ષાબંધન પર પોસ્ટલ વિભાગનો મોટો ઉપહાર, માત્ર આટલા રૂપિયામાં બહેનો ભાઇને રાખડી મોકલી શકશે

સ્પેશિયલ ફિચર્સ

તહેવારોની મોસમ ફરી એક વાર આવી ગઇ છે. પવિત્ર શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવે છે. શ્રાવણ મહિનાની પૂનમના રોજ આવતો ભાઇબહેનના પવિત્ર પ્રેમનો તહેવાર પણ નજીક આવી ગયો છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બજારમાં દુકાનોમાં રંગબેરંગી રાખડીઓ સજાવેલી જોવા મળે છે. બહેનો પોતાના ભાઇ માટે રાખડી લેવા ઉત્સુક છે. બહેનો પોતાના લાડલા ભાઇ માટે રાખડીની ખરીદી કરી રહી છે. કેટલાક ભાઈઓ બહેનોથી એટલા દૂર રહે છે કે બહેનો માટે સીધા ત્યાં પહોંચવું શક્ય નથી. આવી બહેનો માટે પોસ્ટ ઓફિસથી લઈને બીજી ઘણી કુરિયર કંપનીઓ વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. પરંતુ ઘણી વખત બધું કર્યા પછી પણ રાખી સુરક્ષિત રીતે ભાઈ સુધી પહોંચી શકતી નથી.
આ વર્ષ બહેનોની ચિંતા દૂર કરવા અને રાખડીઓ સમયસર પહોંચાડવા ભારતીય ટપાલ વિભાગે એક નવી પહેલ શરૂ કરી છે. જેનાથી બહેનોની રાખીના કવર ફાટયા વગર પલળ્યા વગર સુરક્ષિત સમયસર પહોંચી જશે. પોસ્ટ વિભાગ દ્વારા રાખડીના પ્રસંગને અનુપ સ્પેશ્યલ રાખી કવર બહાર પાડવામાં આવ્યા છે. આ વિશેષ કવરની કિંમત ફક્ત રૂપિયા 10 છે. આ કવર સંપૂર્ણપણે વોટર પ્રૂફ હશે. આ કવર બહેને મોકલેલી રાખડી સુરક્ષિત રીતે ભાઈ સુધી પહોંચાડશે, આ કવર ભલે વરસાદમાં ભીનું થઈ જાય, પરંતુ કવરની અંદર રાખેલો બહેનનો પ્રેમ ભાઈ સુધી સુરક્ષિત રીતે પહોંચશે.
પોસ્ટ ઓફિસના કેટલાક ગ્રાહકોએ તેને સારી પહેલ ગણાવી છે, પરંતુ તેઓએ તેની કિંમત સામે વાંધો ઉઠાવ્યો છે. ગ્રાહકોએ કહ્યું કે વિભાગે ગ્રાહકોને આ કવર મફતમાં આપવા જોઈએ, કારણ કે પોસ્ટ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટ મોકલવા માટે અલગથી રજિસ્ટ્રી ચાર્જ વસૂલવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.