જૂનાગઢ જિલાના ગ્રામ્ય વિસ્તારમાં માનવ પક્ષી દિપડાનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે આજે દીપડાએ 7 વર્ષની બાળકીનો ભોગ લેતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ છે. જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામે દાદાનો હાથ પકડી ચાલી રહેલી મન્નત નામની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. દાદાએ બુમા બુમ કરતા ગામ લોકો એકઠા થઇ ગયા હતા. શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં નદી કિનારે મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સોનારડીના રાઠોડ પરિવારની ત્રણ દીકરીઓ દાદા-દાદી સાથે નદી કિનારે કપડા ધોવા ગઈ હતી. ત્યારે 7 વર્ષની બાળકી મન્નત દાદાનો હાથ પકડી ચાલી રહી હતી ત્યારે જાળીઓમાંથી અચાનક આવેલા દીપડાએ તેના પર તરાપ મારી હતી. દાદા કઈ કરે પહેલા જ દીપડો બાળકીને ઝૂંટવીને ભાગી ગયો હતો. ગામ લોકોએ શોધખોળ કરતા મન્નતનો મૃતદેહ નદીના પટમાં મળી આવ્યો હતો. ગામ લોકોએ બાળકીને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.
તંત્રને વાંરવાર રજૂઆત કરવા છતાં પણ માનવ પક્ષી દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારમાં સીસીટીવીમાં વાંરવાંર દિપડાઓ નજરે પડે છે.
જૂનાગઢમાં માનવભક્ષી દીપડાનો આતંક, દાદાનો હાથ પકડી ચાલતી બાળકીને ઉપાડી ગયો
RELATED ARTICLES