જામનગરથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પતિએ જ પત્ની અને માસૂમ બાળકીની કરપીણ હત્યા કરી મૃતદેહોને ઝાડીઓમાં ફેંકી દીધા હતા. હત્યા કરીને પતિ રાજકોટ ભાગી ગયો હતો.પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી મોડી રાત્રે પતિ રાજકોટ પોલીસ સમક્ષ હાજર થયો હતો.
જામનગર શહેર નજીક આવેલા લાલપુર બાયપાસ પાસે ઝાડીઓમાં એક મહિલા અને બાળકીની લાશ પડી હોવાની માહિતી મળતાં બી ડીવિઝન તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. દેખતી રીતે મહિલા અને બાળકીનું ગળું કાપીને હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં હત્યા મૃતક મહિલાના પતિએ જ કરી હોવાનું સામે આવ્યું હતું. હત્યા કર્યા બાદ પતિ રાજકોટ તરફ ભાગી ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મોડી રાત્રે આરોપી રાજકોટ એ-ડિવિઝન પોલીસમથકમાં હાજર થઈ ગયો હતો, ત્યાર બાદ જામનગર પોલીસ તેનો કબજો લીધો હતો.
મૂળ ઉત્તરપ્રદેશનો તારીક પત્ની સબીના અને એક વર્ષની પુત્રી સાથે જામનગર પાસેના દરેડ ગામમાં રહેતો અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. પત્નીના ચરિત્ર પર શંકા જતા એને પત્ની સાથે માસૂમ બાળકીને પણ રહેંસી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તિક્ષ્ણ હથિયાર વડે ગળું કપાવાથી બંનેનું મૃત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
જામનગરમાં ડબલ મર્ડર: પતિએ જ પત્ની અને બાળકીનું ગળું કાપી મૃતદેહો ઝાડીઓમાં ફેંકી દીધા
RELATED ARTICLES