ભારતમાં સિંગલ રહેનારી મહિલાઓની સંખ્યા 7.5 કરોડનો આંકડો વટાવી ગઈ હોઈ લોકસંખ્યાનો વિચાર કરીએ તો આ પ્રમાણ 20 ટકા જેટલું છે. સિંગલ રહેનારી મહિલાઓનું વધતું પ્રમાણ એ ખતરાની ઘંટડી સમાન છે. વાત કરીએ કે આખરે મહિલાઓ કેમ સિંગલ રહેવાનું પસંદ કરવા લાગી છે તો એ માટે પોતાના નિર્ણય જાતે લેવા, આસપાસની સામાજિક સ્થિતિ, વધતી જવાબદારી અને અસમાનતા જેવા અનેક કારણો જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે.
2011ની જનગણના અનુસાર ભારતમાં સિંગલ મહિલાઓની સંખ્યા 7.14 કરોડ હતી, 2001માં આ પ્રમાણ 5.12 કરોડ જેટલી હતી. 2001થી લઈને 2011 સુધીના સમયગાળા દરમિયાન આ પ્રમાણમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો હતો. લગ્ન નહીં કરવા માગનારી મહિલાઓની વાત કરીએ તો 2011માં પ્રમાણ 13.5 ટકા જેટલું હતું, જ્યારે 2019માં આ જ પ્રમાણ વધીને 19.9 ટકા જેટલું થઈ ગયું હતું.
31 ટકા પરિણીત મહિલાઓને એવું લાગે છે કે 31 ટકા મહિલાઓને સન્માનથી જીવવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની, 23 મહિલાઓએ કૌટુંબિક હિંસાચારઅને 13 ટકા મહિલાઓએ દહેજ માટે હેરાનગતિની ફરિયાદ કરી હતી.
લગ્નજીવનના ખરાબ અનુભવને કારણે સૌથી વધુ છેટાછેડા થતાં હોય એવા રાજ્યની વાત કરીએ તો એમાં મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, છત્તીસગઢ અને કેરળનો સમાવેશ થાય છે. બીજી બાજું એવો એક વિરોધાભાસ પણ જોવા મળી રહ્યો છે કે જ્યાં એક તરફ ભારતમાં સિંગલ વુમનની સંખ્યા વધી રહી છે ત્યાં 90 ટકા યુવકોનો આજે પણ લગ્નસંસ્થામાં રહેલો વિશ્વાસ યથાવત છે.