મુંબઈ: શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘ, હિંગવાલા લેન ખાતે નવપદ આયંબિલ ઓળી પર્વ પ્રસંગે નિશ્રા પ્રદાતા પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં મનોરમાબેન વ્રજલાલ ગાંધી પ્રેરિત આયંબિલ તપમાં ૩૫૦ થી વધુ આરાધકોની અનુમોદના ક્વેસ્ટ ફાઉન્ડેશન સાયનના બીનાબેન અજયભાઈ શેઠ તરફથી કરવામાં આવે છે. તા. ૨ ને રવિવારે ૧૫ વર્ષ સુધીના બાળકો માટે વન-ડે આયંબિલ તપના બાલ તપસ્વીનું એક હજારના રોકડ કવરથી બહુમાન કરાશે.
જ્યારે તા. ૩ ને સોમવારે મહાવીર જન્મ કલ્યાણક – મહાવીર ગાથા પ્રવચન યોજાશે. તા. ૪ ને મંગળવારે સવારે સમસ્ત ઘાટકોપરના સંઘ-મહાજનની સવારે ૭.૦૦ કલાકે પ્રભાત ફેરી હિંગવાલા મોટા ઉપાશ્રયથી તિલક રોડ, પારસધામ, ૬૦ ફીટ રોડ થઈ પૂ. શ્રી ધીરગુરુદેવના સાંનિધ્યે પૂર્ણ થયા બાદ શ્રી પરાગભાઈ કે. શાહ અને શ્રી મુકેશભાઈ સી. કામદાર પ્રેરિત નવકારશી યોજાશે.
પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં રોજ સવારે ૯ કલાકે સમૂહ ભક્તામર અને ૯.૩૦ કલાકે પ્રવચન શ્રેણી ૧૦-૪૫થી શ્રી અજયભાઈ શેઠ સંવાદશ્રેણી યોજાઈ રહેલ છે. આનંદમંગલ હોલ નૂતનીકરણમાં દાતાઓ લાભ લઈ રહેલ છે. વધુ વિગત માટે શ્રી મુકેશભાઈ કામદારનો સંપર્ક કરવા જણાવાયું છે.