ચાર દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૨.૭૪ લાખ કરોડનો ઉમેરો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: શ્રાવણ, ઓગસ્ટ અને સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે ઓગસ્ટના તેજીની ચાલ આગળ વધારી હતી અને સેન્સેક્સે ૫૮,૦૦૦ની જ્યારે નિફ્ટીએ ૧૭,૩૦૦ની સપાટી વટાવી નાંખી હતી. આ જ સાથે સતત ચાર દિવસની આગેકૂચમાં બીએસઇની માર્કેટ કેપના ધોરણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૨.૪૭ લાખ કરડોનો ઉમેરો થયો છે.

આ સત્રમાં પણ કોઇ પ્રત્યક્ષ કે નક્કર પરિબળનો અભાવ જણાય છે, પરંતુ એફઆઇઆઇની ફરી શરૂ થયેલી લેવાલી, રૂપિયાની મજબૂતી અને જીએસટી કલેકશનના વધારાની બજારના માનસ પર પોઝિટીવ અસર જોવા મળી હતી.

સેન્સેક્સ ૫૪૫.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૯૫ ટકાના સુધારા સાથે ૫૮,૧૧૫.૫૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેકસ ૧૮૧.૮૦ પોઇન્ટ અથવા તો ૧.૦૬ ટકાના સુધારા સાથે ૧૭,૩૪૦.૦૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.