દ્વારકામાં જગતમંદિર પાસે બે આખલા યુદ્ધે ચડ્યા, ભક્તોની મેદનીમાં ઘુસતા દોડધામ મચી

આપણું ગુજરાત

Dwarka: રાજ્યમાં રખડતા ઢોરને કારણે અકસ્માત થવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં પણ અખલાઓએ આતંક મચાવ્યો હતો. દ્વારકાના જગતમંદિર નજીક બે આખલાના યુદ્ધે ચડ્યા હતા ત્યારે લડતા લડતા અખલા ભક્તોની મેદનીમાં ઘુસી જતા દોડધામ મચી ગઈ હતી અને કેટલાક શ્રદ્ધાળુને કચડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.
આજે દ્વારાકના જગતમંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવાનાની હોવાથી રબારી સમાજના હજારો શ્રધાળુઓ એકઠા થયા હતા. જગતમંદિરની અજુ બાજુ આવેલીઓ સાંકળી ગલીઓ ભક્તોથી ભરાઈ ગઈ હતી. આ સમયે અચાનક બે કદવાર આખલા લડતા લડતા શ્રધાળુઓની ભેદમાં ઘુસી જતા દોડધામ મચી ગઈ હતી. વિડીયોમાં લોકો જીવ બચવવા અખાલાથી દુર ભાગતા નજરે ચડે છે. પરંતુ સાંકળી ગલી અને ભીડને કારણે લોકો સુરક્ષિત જગ્યાએ પહોંચે એ પહેલા અખલાએ કેટલાક લોકોને ચપેટમાં લઇ લીધા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.
રઝળતા પશુઓ સ્થાનિકોની અને બહારગામથી પધારતા શ્રદ્ધાળુઓને નુકશાન પહોંચાડી છે. ત્યારે આ ઘટનાને પગલે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાઈ એવી લોક માંગ ઉભી થઇ છે.
આ ઘટના બાદ તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાનો વાયદો કરાયો છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે રેઢિયાળ ઢોરોને પકડી યોગ્ય જગ્યાએ રાખવામાં આવશે, જેથી લોકોને તકલીફ ન પડે. સાથે જ ગૌવંશને ચારો પણ મળી શકે. ઉપરાંત લોકોને પણ ઘાસચારો ઘરની બહાર ન ફેંકવા, તથા ભક્તોને યોગ્ય જગ્યાએ ઘાસચારો નાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.