જાના થા કહાં ઔર પહોંચે કહાં! બિહારમાં બે રેલવે અધિકારીની બેદરકારીને કારણે મોટરમેન ટ્રેનનો રૂટ ભૂલ્યો

દેશ વિદેશ

બિહારના બેગૂસરાયમાં ડ્રાઈવરની સતર્કતાથી મોટો રેલ અકસ્માત ટળી ગયો હતો. મળતી માહિતી અનુસાર અમરનાથ એક્સપ્રેસ ટ્રેન રસ્તો ભૂલી ગઈ હતી. આ એક્સપ્રેસ ટ્રેનને સમસ્તીપૂર જવાનું હતું પરંતુ તે વિદ્યાપતિનગર પહોંચી ગઈ હતી. સ્ટેશનથી બે કિમી આગળ ગયા બાદ ડ્રાઈવરને રૂટ ખોટો લાગ્યો હતો અને તેણે ટ્રેનને રોકીને સ્ટેશન માસ્ટર સાથે વાતચીત કર્યા બાદ ભૂલનો અંદાજો આવ્યો હતો. ગાડીને ફરીથી સમસ્તીપુર મોકલવામાં આવી હતી.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર સોનપુર રેલ મંડળના બછવારા જંક્શન પર કાર્યરત સહાયક સ્ટેશન માસ્ટરની બેદરકારીને કારણે અમરનાથ એક્સપ્રેસ ટ્રેનની દિશા બદલાઈ ગઈ હતી, પરંતુ મોટરમેનની સતર્કતાને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. અમરનાથ એક્સપ્રેસ ગુરુવારે સવારે ગુવાહાટીથી જમ્મુ તાવી તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટના માટે જવાબદાર બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

1 thought on “જાના થા કહાં ઔર પહોંચે કહાં! બિહારમાં બે રેલવે અધિકારીની બેદરકારીને કારણે મોટરમેન ટ્રેનનો રૂટ ભૂલ્યો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.