Homeઆમચી મુંબઈઔરંગાબાદમાં ચાર દિવસથી વીજળી નથી યુવાન સરપંચનું મહાવિતરણ કાર્યાલય સામે અર્ધનગ્ન થઇને...

ઔરંગાબાદમાં ચાર દિવસથી વીજળી નથી યુવાન સરપંચનું મહાવિતરણ કાર્યાલય સામે અર્ધનગ્ન થઇને અનોખું આંદોલન

ઔરંગાબાદ: ઔરંગાબાદના ફુલંબ્રી તાલુકાના ગેવરાઈ ગામના યુવાન સરપંચ મંગેશ સાબળેએ છેલ્લા ચાર દિવસથી વીજળી ન હોવાનો વિરોધ મહાવિતરણ કાર્યાલય સામે અર્ધનગ્ન થઇને અનોખું આંદોલન કર્યું હતું. છેલ્લા ચાર દિવસથી વીજળી ન હોવાને કારણે પાણીપુરવઠા યોજના પણ બંધ પડી ગઇ હતી. પોતાના ગામની વ્યથા માંડીને ખંડિત થયેલી વીજળી ફરી શરૂ કરવાની માગણી સરપંચે કરી હતી.
ગેવરાઈ ગામને પાણીપુરવઠો કરતાં વિદ્યુત સાધનો ચાર દિવસ પહેલાં બળી ગયાં હતાં. આને કારણે ગામની પાણીપુરવઠા યોજના ઠપ થઇ ગઇ હતી. ગામનો લોકોને ચાર દિવસથી પીવાનાં પાણી નળમાંથી ન ટપકતાં ગામવાસીઓ મુશ્ક્ેલીમાં મુકાયા હતા. આથી ગામવાસીઓએ પાણી માટે આજુબાજુનાં ગામોમાં વલખા મારવા પડ્યા હતા. દરમિયાન આ જ સમયે ગામના નવનિયુક્ત સરપંચ મંગેશ સાબળેએ મહાવિતરણના કાર્યાલયમાં જઇને સાધનો બદલી આપવાની માગણી કરી હતી. જોકે એ સમયે મહાવિતરણ કાર્યાલયના અધિકારીઓ દ્વારા અગાઉનાં પેન્ડિંગ બિલ ભરવાની માગણી કરવામાં આવતી હોવાનું આરોપ મંગેશ સાબળેએ કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી ગામવાસીઓ પાણી વિના ટટળી રહ્યા હોવાથી મંગેશ સાબળેએ મહાવિતરણ કાર્યાલય સમક્ષ અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular